વિધાનસભા ચૂંટણી પરિણામના આવી ગયા છે પરંતુ હજુ સુધી સરકાર બની નથી.જેથી રાજકારણમાં ખુબજ હોબાળો મચી ગયો છે.મહારાષ્ટ્રમાં શિવસેના અને બીજેપી વચ્ચે સત્તા અને મુખ્યમંત્રી પદ માટે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્યસભા સાંસદ સંજય રાઉતે બીજેપી પર ગંભીર આરોપ લગાવ્યો છે.મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઇને ભાજપ અને શિવસેના વચ્ચે રસાકસી ચાલી રહી છે. એવામાં ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ સરકાર ગઠન માટે બાળાસાહેબ ઠાકરેની 1995ની ફોર્મ્યુલા સમજાવી હતી.અને આ ફોર્મ્યુલા દ્વારા સરકાર રચવાની વાત કરી હતી.
પરંતુ તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ વધુ બેઠક પ્રાપ્ત કરનાર પક્ષના મુખ્યમંત્રી અને ઓછી બેઠકો પ્રાપ્ત કરનારના નાયબ મુખ્યમંત્રી બન્યા હતા.અને તેમની સરકાર રચી હતી.એવામાં સવાલ ઉભો થાય છે કે,શિવસેના અઢી-અઢી વર્ષની ફોર્મ્યુલા છોડીને શું 24 વર્ષ જૂની ફોર્મ્યુલાનો સ્વીકાર કરશે.શુ બાળાસાહેબ ની ફોર્મ્યુલા દ્વારા શિવશેના માની જશે.આ એક મોટો સવાલ છે.
આપણે સૌ જાણીએ છીએ કે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાએ પ્રથમ વખત 1990 માં ઔપચારિક રીતે ગઠબંધન કરીને ચૂંટણી લડ્યા હતા.અને તેમને જીત મેળવી હતી.ત્યારબાદ બીજી વખત 1995 માં ભાજપ-શિવસેનાએ મળીને ચૂંટણીમાં કિસ્મત અજમાવેલ.મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનના શિલ્પકાર કહેનાર ભાજપના નેતા પ્રમોદ મહાજન અને શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે વચ્ચે આ નક્કી થયું છે કે,ભાજપ કેન્દ્રની રાજનીતિ કરશે અને શિવસેના રાજ્યની સરકાર ચલાવશે.
આ સાથે જ એમ પણ નક્કી થયું કે મહારાષ્ટ્રમાં જેમની બેઠક વધારે હશે તેમના મુખ્યમંત્રી બનશે અને જેમને ઓછી બેઠકો પ્રાપ્ત થઇ છે તેમના નાયબ મુખ્યમંત્રી.આમ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.શિવસેના 169 બેઠકો પર ચૂંટમી લડીને 73 બેઠક અને ભાજપ 116 પર લડીને 65 બેઠક જીતવામાં સફળ રહી છે.અને ભાજપ ને પણ આ ચૂંટણી માં મોટો ઝટકો લાગ્યો હતો.
એવામાં ગઠબંધનની શરત અનુસાર શિવસેનાને મુખ્યમંત્રી અને ભાજપને નાયબ મુખ્યમંત્રી પદ મળી શકે છે.સાથે જ તે સમયે ગૃહ,રાજસ્વ અને PWD જેવા મુખ્ય મંત્રાલયો પણ ભાજપને મળી શકે છે.આ રીતે ભાજપ અને શિવસેના મળીને 5 વર્ષ સરકાર ચલાવશે.
આપણે સૌ જાણીએ છીએ કે આ વખતે પેટાચૂંટણી ખુબજ રસાકસી ભરી રહી હતી.અને ભાજપના કેટલાક નેતાઓ ને ઘરભેગા કરી દીધાં હતાં.આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 105 અને શિવસેનાને 56 બેઠકો મળી છે. શિવસેના ચાર અપક્ષ ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી રહી છે,જ્યારે ભાજપ 15 અપક્ષો સાથે રહેવાની તાકાત બતાવી રહી છે.મહારાષ્ટ્રમાં વિધાનસભાની મુદત 9 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી છે, તે પહેલાં નવી સરકારની રચના થવાની છે.અને મોટો સવાલ એ છે કે શું શિવસેના આ ફોર્મ્યુલા માની જશે કે નહીં.