ભાજપના નેતા પર શિવસેના ભડકી, કહ્યું એવું કે..

આપણે સૌ જાણીએ છીએ કે ભાજપ સરકાર પર નેતાઓ આકાર પ્રહાર કરી રહ્યા છે.અને નેતાઓ પર વારંવાર નિશાન સાધી રહ્યા છે.હાલમાં જ અલ્પેશ ઠાકોર ની હાર પર અનેક લોકો એ સોસિયલ મીડિયા પર ભાજપ નો મજાક ઉડાવ્યો હતો.આ પછી હવે શીવસેના એ પણ ભાજપના નેતા પર પ્રહાર કર્યો છે. મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઈને હજુ સુધી કોઈ સ્થિતિ સ્પષ્ટ નથી થઈ શકી.હજુ સુધી કોઈ પરિણામ જાહેર કર્યું નથી.

ભાજપ-શિવસેના ગઠબંધનને સ્પષ્ટ બહુમત મળવા છત્તાં શિવસેના 50-50 ફોર્મુલાની જિદ પકડીને બેઠી છે.શિવસેના ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.અને ભાજપ પર નિવેદનો આપ્યા છે.જ્યારે બીજી તરફ ભાજપ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે, મુખ્યમંત્રી તેમની પાર્ટીના જ હશે.આમ ભાજપે પણ શિવસેના એ કરેલા પ્રહરનો જવાબ આપ્યો હતો.મહારાષ્ટ્રમાં સત્તા માટે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે.શિવસેનાએ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી સુધીર મુનગંટીવારના નિવેદનની ટીકા કરી છે.અને તેમના પૂર્વ નિવેદન આપ્યું છે.

આ ઉપરાંત શિવશેના એ ભાજપ પર આકરા પ્રહાર કર્યો હતો.અને ભાજપ પર નિવેદન આપતા કહ્યું હતું કે મુનગંટીવારનું નિવેદન લોકતંત્ર વિરોધી,“રાષ્ટ્રપતિ તમારા ખિસ્સામાં છે શું? ”નામના શીર્ષક હેઠળ સામનામાં લેખ લખવામાં આવ્યો છે્.જેમાં જણાવાયું છે કે, મુનગંટીવાર દ્વારા રાષ્ટ્રપતિ શાસનની ધમકી આપવી જનાદેશનું અપમાન છે. મુનગંટીવારની ધમકી લોકતંત્ર વિરોધી છે.

સામનામાં છપાયેલા આર્ટિકલ અનુસાર, મહારાષ્ટ્રમાં રાજકારણ માત્ર એક શાનદાર શોભાયાત્રા બનીને રહી ગયું છે. રાજ્યમાં વિદાય લેતી સરકારના મંત્રીઓ રોજ નવી મજાક કરીને મહારાષ્ટ્રને પરેશાનીમાં મૂકી રહ્યા છે.

જણાવી દઈએ કે, મુનગંટીવારે જણાવ્યુ હતું કે, 7 નવેમ્બર સુધી સત્તામાં કોણ હશે? તેની સ્પષ્ટતા નહીં કરવામાં આવે, તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવશે.આમ કહી ભાજપ પર આકારો પ્રહાર કર્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top