ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કેપ્ટન બન્યા BBL ના પ્રથમ ભારતીય પુરુષ ક્રિકેટર

પોતાની કેપ્ટનશીપમાં ભારતને અંડર-19 વર્લ્ડ કપનું ટાઈટલ અપાવનાર ઉન્મુક્ત ચંદે નિવૃત્તિ લીધા બાદ એક ખાસ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. થોડા દિવસો પહેલા 28 વર્ષની ઉંમરમાં નિવૃત્તિ લઈને દેશ છોડ્યા બાદ ઉન્મુક્ત ચંદ ક્રિકેટ રમવા માટે અમેરિકા ચાલ્યા ગયા હતા અને તેમને ત્યાં જીતની સાથે પોતાના નવા સફરની શરૂઆત કરી હતી. હવે તેમને એક ખાસ સિદ્ધી પોતાના નામે કરી લીધી છે. તે બીગ બેશ લીગ (BBL) થી જુડનાર પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી બની ગયા છે.

BBL ટીમ મેલબોર્ન રેનેગેડ્સે જાહેરાત કરી છે કે, તેમને ઉન્મુક્ત ચંદ સાથે કરાર કર્યો છે અને તે બિગ બેશ જોડાવનાર પ્રથમ ભારતીય પુરૂષ ખેલાડી બની ગયા છે. ભારતીય મહિલા ક્રિકેટર્સ લાંબા સમયથી મહિલા બિગ બેશ લીગ સહિત વિશ્વભરની સ્થાનિક લીગમાં રમી રહી છે, પરંતુ ભારતના આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક પુરૂષ ખેલાડીઓને વિદેશમાં ક્રિકેટ રમવાની પરવાનગી નથી.

ઓપનર બેટ્સમેન ઉન્મુક્ત ચંદે થોડા સમય પહેલા જ અમેરિકામાં રમવા માટે ભારતીય ક્રિકેટથી નિવૃત્તિ લઇ લીધી હતી. તેનો અર્થ છે કે, બીબીએલ અને બાકી ઘરેલું લીગમાં રમવા માટે આઝાદ છે. નિવૃત્તિ લેવાના પોતાના નિર્ણય વિશેમાં ઉન્મુકત ચંદે જણાવ્યું હતું કે, ઈમાનદારીથી કહું કે, આ સરળ બાબત નથી. આ ફેક્ટ છે કે, હું હવે દેશ માટે રમીશ નહીં. આ તે વસ્તુ છે, જે સ્વીકાર કરવો મુશ્કેલ છે, પરંતુ મને અમેરિકા માટે રમવાની મજા આવી રહી છે.

અહીં દરેક દિવસ વધુ સારો રહી રહ્યો છે અને હવે હું દુનિયાભરમાં બધી લીગ રમી શકું છું. વ્યક્તિ તરીકે આ મારા માટે મોટી સિદ્ધિ છે. ઉન્મુકત ચંદે જણાવ્યું છે કે, મને બીગ બેશ લીગ જોવાનું પસંદ હતું. આ એક શાનદાર મંચ છે અને હું હંમેશાથી ત્યાં રમવા ઈચ્છતો હતો.

Scroll to Top