ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિને નજીકથી જાણવી છે, તો દેશની આ 5 ઐતિહાસિક જગ્યાઓ પર જરૂર જવું જોઈએ…

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ ઘણી જુની છે. લોકો તેને જાણવા અને સમજવા માટે દુર-દુરથી અહીં આવે છે. તો પણ, ઇતિહાસના જ્ઞાન વગર માણસ એવો હોય છે, કે મુળ વગરના ઝાડ. જો તમે પણ ઇતિહાસ પ્રેમી છો અને તમારા દેશના ઇતિહાસની માહિતી મેળવવા માંગતા હોય, તો તમારે દેશના ઐતિહાસિક સ્થળોએ ચોક્કસ જવું જોઈએ.

1.આમેરનો કિલ્લો – જયપુર.

જયપુરથી 11 કિમી દુર એક ટેકરી પર આવેલો છે એ કિલ્લો. તેને આંબેરનો કિલ્લો પણ કહેવામાં આવે છે. 16 મી સદીમાં બનેલા આ કિલ્લાની વાસ્તુકલા ખુબ જ સુંદર છે. તેની અંદર બનેલા દિવાન-એ-ખાસ, શીશમહલ અને દિવાન-એ-આમ તમારે ચોક્કસ જોવુ જોઈએ. અહીંયા સાંજે લાઇટ શો પણ થાય છે. આમાં, આ કિલ્લાનો ઇતિહાસ વિગતવાર સમજાવવામાં આવે છે.

2. અંજતા અલોરાની ગુફાઓ – મહારાષ્ટ્ર.

તે એક મહત્વપપુર્ણ પર્યટન સ્થળ છે. તેને 30 ખડકો કાપીને બનાવવામાં આવ્યો છે. ભારત જ નહીં, તે વિશ્વના લોકોમાં પણ ખુબ પ્રખ્યાત છે. તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં પણ શામેલ છે. અહીં શિલ્પ, સ્થાપત્ય, પથ્થર કાપીને બનાવેલી ગુફાઓ ખુબ જ સુંદર છે. આમાં બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મની છાપ જોવા મળે છે. જાણકારો મુજબ, તે ઓછામાં ઓછા 4000 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યુ હતું.

3. સુવર્ણ મંદિર – અમૃતસર.

સુવર્ણ મંદિર દેશના સૌથી પ્રખ્યાત ધાર્મિક સ્થળોમાંનું એક છે. તે શ્રી હરમિન્દર સાહિબ અને દરબાર સાહિબ તરીકે પણ ઓળખાય છે. તેનો પાયો 1 ડિસેમ્બર 1588 ના રોજ તેની નિવ રાખવામાં આવી હતી. આ સ્થાનનું પોતાનું રાજકીય, ઐતિહાસિક અને ધાર્મિક પાસું છે. ખાસ વાત એ છે કે તેનો પાયો ગુરુ અરજણ દેવના કહેવા પર મુસ્લિમ સંત હઝરત મિયાં મીર જીએ નાખ્યો હતો.

4. ગ્વાલિયર કિલ્લો – ગ્વાલિયર.

લાલ રેતીનો પત્થરોથી બનેલો આ કિલ્લો દેશનો સૌથી મોટા કિલ્લા એક છે. તે ગોપાંચલ નામની એક નાનકડી પહાડી પર આવેલું છે. તેનું નિર્માણ 8 મી સદીમાં કરવામાં આવ્યું હતું. આ કિલ્લો મધ્યયુગીન સ્થાપત્યનો અદભુત નમુનો પેશ કરે છે. મહાન રાજા માનસિંહની હાર અને રાણી લક્ષ્મીબાઈના મૃત્યુ સુધી આ કિલ્લાએ બધું જોયું છે.

5. ચિત્તોડગઢ – રાજસ્થાન.

રાજપુતોના સાહસ,બલિદાન,અને શાન માટે જાણીતો છે આ ચિતોડગઢ. અહીંનો મોજુદ ચિત્તોડગઢ કિલ્લાનું નિર્માણ મૌર્યો દ્વારા 7 મી સદીમાં બનાવ્યો હતો.ઘણી ઐતિહાસિક લડાઇઓનો સાક્ષી છે આ કિલ્લો. અલાઉદ્દીન ખિલજીની ઘેરાબંધી પણ આ કિલ્લામાં કરવામાં આવી હતી. ઇતિહાસ પ્રેમીઓએ અહીં જરૂર જવું જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here