ભારતે પાકિસ્તાન ને સબક શીખવાડવા ત્રીજીવાર ‘સ્ટ્રાઇક’ કરી, આ કંઈક નવાજ અંદાજથી કરી – જુઓ તસવીરો

નાપાક હરકતોનો સરદાર પાકિસ્તાન જીવન કાળ માં ક્યારેય શાંતિ રાખતા શીખ્યોજ નથી અને એટલા માટેજ રવીવારેએ તેને સિઝ ફાયરિંગ નું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાની ફાયરિંગનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેનાએ POK માં આતંકીઓના કેમ્પ પર મોટી કાર્યવાહી શરૂ કરી છે.

ભારતીય સેનાએ કરેલી કાર્યવાહીમાં આતંકીઓના કેમ્પને ધ્વંસ કરી દેવામાં આવ્યા છે. આ હુમલામાં ભારતીય સેનાએ આર્ટિલરી ગનનો ઉપયોગ કર્યો છે. કાર્યવાહીમાં લોન્ચિંગ પેડ્સની સાથે 4 આતંકી કેમ્પને નુકસાન પહોંચ્યું છે તો 3 કેમ્પ ખતમ થઈ ચૂક્યા છે. મળતી માહિતિ અનુસાર આ 3 કેમ્પ લશ્કર-એ-તૈયબાના હતા.

કાર્યવાહીમાં પાકિસ્તાનના 5 સૈનિક પણ ઠાર થયા છે. પાકિસ્તાની સેનાએ શનિવારનાં આતંકવાદીઓની ઘુસણખોરી કરાવવાનાં ઇરાદે જ્યારે ફાયરિંગ શરૂ કરી તો તેને ભાગ્યે જ એ વાતનો અંદાજો હશે કે ભારત તરફથી તેને આવો જડબાતોડ જવાબ મળશે.

પાકિસ્તાનની એક હરકત પર ભારતીય સેનાએ તોપોનું મોઢું એલઓસીની એ તરફ ફેરવ્યું અને લગભગ 2 ડઝન આતંકવાદીઓ સહિત 5 પાકિસ્તાની સૈનિકોને ઢેર કરી દીધા. 4 વર્ષમાં પાકિસ્તાનની 3 મોટી હરકતો પર ભારતે પાઠ ભણાવ્યાં છે.

પાકિસ્તાની ફાયરિંગનો ભારતીય સેનાએ આપ્યો વળતો જવાબ. ભારતે જડબાતોડ જવાબમાં યૂઝ કરી આર્ટિલરી ગનહુમલામાં અનેક લોન્ચિંગ પેડ અને કેમ્પને કર્યા ધ્વંસ. 2016 માં ઉરી આતંકવાદી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઇક, ફેબ્રુઆરી 2019 માં પુલવામા અટેક બાદ એર સ્ટ્રાઇક અને હવે તોપોથી હુમલો બોલીને ભારતે ત્રીજીવાર સ્ટ્રાઇકને અંજામ આપ્યો છે. છેલ્લા 4 વર્ષમાં પાકિસ્તાનની 4 મોટી હરકતો પર ભારતે તેને પાઠ ભણાવવાની કાર્યવાહી કરી છે. આ સીમા પાર આતંકવાદની સામે ભારતનાં બદલાયેલા વલણને દર્શાવે છે.

જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાનનાં પ્રોપગેંડાને દુનિયાભરમાં ભાવ ના મળ્યા બાદ ભારતીય વિદેશ નીતિનું રાજદ્વારી અને રણનીતિ સ્તર પર વધારે આક્રમક થવું સ્વાભાવિક જ છે.

ભારતીય સેના દ્વારા PoK પર હુમલાનો મામલો હજુ ચાલી જ રહ્યો છે. ત્યારે રક્ષા મંત્રી રાજનાથસિંહે આર્મી ચીફ સાથે વાત કરીને પરિસ્થતિની માહિતિ મેળવી છે. સમગ્ર મામલે સરકાર નજર રાખી રહી છે. પાકિસ્તાનના આર્મી પ્રવક્તા ગફુરે પુષ્ટિ કરીકે અમારા 2 જવાનના મોત થયા છે.

આની સાથે એક નાગરિકનું મોત થયું છે. નિલમ વેલીમાં 4 આતંકવાદી કેમ્પનો ખાતમો બોલાવ્યો છે. પાકિસ્તાન પર ભારતીય સેનાની ત્રીજી સ્ટ્રાઇક કેટલી ખતરનાક હતી કે પહેલીવાર પાકિસ્તાને નુકસાનની વાત સ્વીકારી છે.

આ પહેલા પાકિસ્તાને સર્જિકલ સ્ટ્રાઇક અને પછી એર સ્ટ્રાઇકમાં આતંકવાદી કેમ્પો અથવા પોતાની સેનાને નુકસાનની વાત ફગાવી હતી. પાકિસ્તાની સેનાએ ખુદ સ્વીકાર્યું છે કે ભારતીય કાર્યવાહીમાં તેના 1 સૈનિકનું મોત થયું છે. જો કે ભારતીય સેનાએ 5 પાકિસ્તાની સૈનિકો ઠાર થયા હોવાની વાત કહી છે.

સર્જિકલ સ્ટ્રાઇકથી આપ્યો જવાબ પરંપરાગત યુદ્ધથી અલગ પહેલીવાર હતુ, જ્યારે ભારતીય સેનાએ સીમા પાર કરીને આતંકવાદી હુમલાનો જવાબ 29 સપ્ટેમ્બરની રાત્રે સર્જિકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદી ઠેકાણાઓને તબાહ કરીને આપ્યો હતો.

જમ્મૂ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધારા સેક્ટરમાં રવિવારે સવારે પાકિસ્તાને ઘૂસણખોરીઓને ભારતીય સીમામાં મોકલવાના પ્રયત્ન દરમિયાન સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાનની ગોળીબારમાં ભારતના બે સૈનિક શહીદ થઇ ગયા જ્યારે એક સામાન્ય નાગરિકનું મોત થઇ ગયું.

પાકિસ્તાન માટે આ ભારતનાં બદલાયેલા વલણનો સંકેત હતો, પરંતુ આતંકવાદ પર તેનું સમર્થન ચાલું રહ્યું અને તેના કારણે જમ્મુ-કાશ્મીરમાં પુલવામા આતંકવાદી હુમલો થયો. એર સ્ટ્રાઇકનો ચખાડ્યો સ્વાદ.આ હુમલામાં 40 CRPF જવાનોનાં મોત થતા ભારતમાં દુ:ખ અને ગુસ્સાનો માહોલ હતો. આવામાં એકવાર ફરી ભારતીય સેનાએ ઈંટનો જવાબ પથ્થરથી આપતા પીઓકેનાં બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરીને જૈશ-એ-મોહમ્મદનાં ઠેકાણાઓને તબાહ કર્યા હતા.

હવે આ ત્રીજીવાર છે જ્યારે ભારતે પાકિસ્તાનની હરકતનો જોરદાર જવાબ આપ્યો છે. જમ્મૂ-કાશ્મીરના કુપવાડામાં પાકિસ્તાન તરફથી એક વખત ફરીથી નાપાક હરકતને અંજામ આપવામાં આવ્યો છે. રવિવારે સવારે પાકિસ્તાની સેનાએ કોઇ પણ ઉશ્કેરણી વગર ગોળીબાર શરૂ કરી.

સીઝફાયર ઉલ્લંઘનની આ ઘટનામાં ભારતીય સુરક્ષાબળોના બે જવાન શહીદ થઇ ગયા. સાથે જ એક સામાન્ય નાગરિકનું મોત થયું હોવાની જાણકારી મળી છે. હાલ ભારતીય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે. અને કેટલાક પાકિસ્તાની આંતકવાદી ઓને ઠાર પણ કરી દીધા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top