ભારતને મંદિરોનો દેશ કહેવામાં આવે છે. કરોડો ભારતીયોની આસ્થા મંદિરો સાથે જોડાયેલી હોય છે. દેશના દરેક રાજ્યમાં લોકોની અલગ અલગ માન્યતાઓ હોય છે. ખાસ કરીને બધા મંદિરોમાં શ્રદ્ધાળુઓ દ્વારા અલગ અલગ પ્રકારના પ્રસાદ ચડાવામાં આવે છે.
એવું જરૂરી નથી કે બધા મંદિરોમાં પ્રસાદ સરખો હોય, કારણ કે અમૂક મંદિરોમાં પ્રસાદ બઉજ અલગ હોય છે. હોય શકે કે તમે જોઈને દંગ થઈ જાવ પરંતુ દરેક પ્રસાદ સાથે કહાનિયા જોડાયેલી છે. અમે તમને એવા મંદિરો વિશે જણાવીશું જ્યાનો પ્રસાદ ખૂબ જ પ્રખ્યાત છે. પ્રસાદની વિશિષ્ટતા ભારતમાં પૂર્વથી લઈને પશ્ચિમ સુધી અને ઉત્તરથી લઈને દક્ષિણ સુધીના મંદિરો શામેલ છે.
માતા વૈષ્ણવો દેવી, કટરા (જમ્મુ કશ્મીર)
હિંદુઓના સૌથી મોટા મંદિર આસ્થાની ગણતરીમાં આ મંદિરમાં ચોખા, મોરસના દાણા, સુકાયેલા સફરજન અને નાળીયેર પ્રસાદના રૂપે ચડવામાં આવે છે. ત્યારબાદ પ્રસાદનો સૌથી મોટો ભાગ ચાંદીનો સિક્કો પણ છે, જેને સાઈન બોર્ડ સમર્પિત કરે છે.
આ પ્રસાદ બોર્ડ તરફથી એક જુટ બેગમા આપવામાં આવે છે. પ્રાકૃતિક વસ્તુથી બનેલી બેગ પર્યાવરણને નુકશાન કરતી નથી. આ પારંપારિક પ્રસાદને અહીંયા ભેટ કહેવામાં આવે છે. શક્તિપીઠોમે દેવીને બલી આપવાની પ્રથા અહીંયા નથી. અહીંનો પ્રસાદ શુધ્ધ, શાકાહારી અને સાત્વિક હોય છે.
જગન્નાથ મંદિર ,પુરી (ઓડીસા)
સકંન્દ પુરાણના અનુસાર ભગવાન જગન્નાથની પૂજામા મહાપ્રસાદ, દર્શન અને અનુષ્ઠાનમાં ભક્તોની ભીડ જોવા મળે છે. જગન્નાથ મંદિરમાં મહાપ્રસાદને ‘અન્ન બ્રહ્મ’ તરીકે માનવામાં આવે છે. અહીંયા મંદિરની રસોઈમાં ઇંધણના રૂપે જલાઉ લાકડાનો ઉપયોગ કરીને માટીના વાસણમાં મહાપ્રસાદ તૈયાર કરવામાં આવે છે.
ઇતિહાસકારો અનુસાર એવું માનવામાં આવે છે, જ્યારે ભાપથી તૈયાર કરેલું ભોજન ભગવાનને માટીના વાસણમાં મુકવામાં આવે તો ભોજનમાંથી કોઈ મહેક આવતી નથી. જયારે તે વેચાણ માટે આનંદ બજારમાં લઈ જાય છે ત્યારે એક સ્વાદીષ્ટ મહેક ફેલાય છે.
ભક્તો માટે આ અનુભૂતિ આશ્રયજનક હોય છે. એવું માનવામાં આવે છે કે આ ભોજન પછી સર્વશક્તિમાન ઈશ્વર ભક્તોને આશીર્વાદ આપે છે.
શ્રીનાથજી મંદિર, નાથદ્વાર (રાજસ્થાન)
રાજસ્થાનના નાથદ્વારમા સ્થિત આ મંદિરમાં શ્રીનાથ દેવતા વિરાજમાન છે. અહીંયાંનો પ્રસાદ મથડી છે, આ એક પ્રકારનો તરેલી મીઠાઈ છે. જેના પછી મોરસની ચાસણીમાં ડૂબાળવામાં આવે છે. ‘થોર’ નામની મીઠાઈ એવા લોકો માટે ઉપલબ્ધ જેમને મીઠાઇ પસંદ છે અને મોઢામાં દાંતના હોય.
તિરુપતી મંદિર, તિરુપતિ (આંધ્રપ્રદેશ)
વિશ્વપ્રસિદ્ધ શ્રીવારી ‘લાડુ’ તિરૂમાલા વેકટેશ્વર મંદીરમાં ભગવાન વેકટેશ્વરને ચાડવામાં આવતો પ્રસાદ છે. આ પ્રથાની શરૂઆત અગસ્ત 1715 પહેલા થયો હતો જયારે તિરૂમાલા વેકટેશ્વર મંદિરમાં વેકટેશ્વર ને લાડું ચડવાનું સૌભાગ્ય અને સમૃદ્ધિ ના રૂપે શરૂ થયું.
બેસન, કાજુ, ઈલાયચી,ઘી, કિસમિસ અને મોરસની સાથે ‘પોર્ટુ’ નામની વિશેષ રસોઈમાં નિર્મિતઆ લાડુને ભૌગોલિક સંકેતકના રૂપમાં જી આઇ ઇ અધિનિયમ 1999 ની અંદર ખાદ્યપદાર્થો ની શ્રેણીમા નોંધાયેલું છે. લાડું વિશેષ પૂજારીઓ દ્વારા કરવામાં આવે છે જેને “અચકસ” કહેવામાં આવે છે.
ખબિસબાબા મંદિર, સરધના (ઉત્તરપ્રદેશ)
સ્થાનિક લોકોનું કહેવું છે કે ખબિસબાબા શરાબના શોખીન હતા કાઈ પણ કહે તે સાચું થઈ જતું. મંદિર લગભગ 150 વર્ષ પહેલાં ખબિસ નામના સંતની યાદમાં બનાવ્યું હતું, જેમને સીતાપૂરમાં ભગવાન શિવની પૂજા માં પોતાનું પુરુજીવન સમર્પિત કર્યું હતું.
એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની પૂજા કરતા સમયે ખાબીસ બાબાનું અવસાન સરધના વનમાં થયું હતું. એટલા માટે ગુરુને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે ખબીસ બાબાના શિષ્યોએ મંદિરનું નિર્માણ એજ સ્થાન પર કર્યું, જ્યાં તેમનું અવસાન થયું હતુ.
બાકે બિહારી મંદિર, વૃંદાવન (મથુરા)
વૃંદાવનની પવિત્ર ભૂમિ દૂધ એનાથી બનેલી ઉત્પાદકો માટે પ્રસિદ્ધ છે. ઘણા લોકોએ વાતથી અપરિચિ નથી કે ભગવાન કૃષ્ણને ચડાવામાં આવતો પહેલો ભોગ ‘બલભોગ’ કહેવાય છે, જેમાં કચોરી, સુકાયેલા બટાકનું શાક અને બેશનના લાડુનો સમાવેશ થાય છે. આજ કારણે આ મંદિરમાં આ પ્રકારનો સમાન ચડવામાં આવે છે.
મુથપ્પન મંદિર, કન્નુર (કેરળ)
કન્નુરનું આ મંદિર ત્યાંની ધરોહરની રૂપમાં માનવામાં આવે છે, જ્યાં પોતાના દેવતાને પ્રસાદના રૂપમાં માછલી, તાળી અને શરાબની બોટલ ચડવામાં આવે છે. દરરોજ પૂજા પછી આ વસ્તુઓને ભક્તોમાં પ્રસાદના રૂપમાં વહેંચવામાં આવે છે. લીલા ચણા અને નારિયેળના ટુકડા પણ ભક્તોને વેચવામાં આવે છે.
ચાઈનીઝ કાલી મંદિર, કોલકાતા (પશ્ચિમ બંગાળ)
જેવું કે નામથી જ ખબર પડે છે કે દેવીના ચરણોમાં પ્રસાદનો ભોગ રૂપે ચાઈનીઝ નુડલ્સ, ચોપ સુય, ચોખા અને શાક ચડવામાં આવે છે. કોલકતાના ટાંગરા (ચાઇટાઉન) ક્ષેત્ર છે. આ મંદિર અસ્મિતા, એકતા અને સ્વીકૃતિ માટે ઉત્તમ ઉદાહરણ છે. દૂર દુરથી લોકો આ મંદિરના દર્શન કરવા માટે આવે છે.