આપણે જે વસ્તુઓનો પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છે તેના વિશે જાણવું ઘણું જરૂરી છે! અને પૈસા તો આપડી જિંદગીનો એક મુખ્ય ભાગ છે તેના વીશે તો આપણને ખબર હોવી જ જોઈએ દરેક દેશનું ચલણ અલગ અલગ હોય છે ભારતના ચલનને રૂપિયા કહેવામાં આવે છે.
ઇન્ડિયા કરન્સી નોટ – ભારતમાં ચલણના રૂપમાં નોટ અને સિક્કા ચાલે છે! સિક્કા 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયાના છે, જ્યારે નોટ 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા અને 2000 રૂપિયાના નોટ હાજર છે, જેને બજારમાં લોકો ખરીદી માટે ઉપયોગ કરે છે, પરંતુ તમે જાણો છો કે નોટ જે આપણી રોજિંદા જીવનનો ભાગ છે તે ક્યાં છપાય છે.
રિપોર્ટસ ના પ્રમાણે ભારતમાં નોટ ફક્ત ચાર જગ્યાએ જ છપાય છે. નાસિક, સાલબોની, મૈસુર અને મધ્યપ્રદેશના દેવાસમાં છપાય છે કેમ કે આ જ જગ્યા પર બૅન્ક નોટ પ્રેસ, ચાર ટકસાલ, અને એક પેપર મિલ છે! જ્યારે ભારતીય સિક્કા ગવર્મેન્ટ દ્વારા છાપવામાં આવે છે જેની શાખાઓ મુંબઈ, નોએડા, કોલકત્તા અને હૈદરાબાદમાં છે. રીપોર્ટસના અનુસાર ભારત માટે પહેલી નોટ વર્ષ 1862 મા બ્રિટિશ સરકારે યુકેની એક કંપની દ્વારા છાપી હતી!
લગભગ વર્ષ 1920 સુધી બ્રિટિશ સરકાર ભારતના નોટ બ્રિટનમાં જ છાપતી હતી, પરંતુ વર્ષ 1926 માં બ્રિટિશ સરકાર એ ભારતના મહારાષ્ટ્રમાં સ્થિત નાસિકમાં પેહલી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરી જે નોટ છાપવાનું કામ કરતી હતી ત્યાં જ 10,100 અને 1000 હજારના નોટ છાપવા લાગ્યા!
જો કે, આબાદીને જોતા હજુ પણ ઘણી નોટ બ્રિટનથી જ મંગાવવામાં આવે છે ત્યારબાદ વર્ષ 1947 પછી પણ નાસિકમાં નોટ છપાતી રહી ત્યારબાદ વર્ષ 1975માં ભારતની બીજી પ્રિન્ટીંગ પ્રેસ મધ્યપ્રદેશના દેવાસમાં ખોલવામાં આવી પરંતુ બે પ્રિન્ટિંગ પ્રેસ આબાદી ના અનુસાર હજુ પણ ઓછી હતી.
તેથી વર્ષ 1997 માં પેહલી વખત ભારતીય સરકાર એ વધતી આબાદીના કારણે અમેરિકા, કેનેડા,અને યુરોપથી નોટ મંગાવવાનું શરૂ કર્યું ત્યારબાદ વર્ષ 1999 માં મૈસુરમાં અને 2000 માં પશ્ચિમ બંગાળ ના સલબોનીમાં પ્રિન્ટિંગ પ્રેસ ખોલવામાં આવી અને અવે આ જ જગ્યાઓ પર ભારતીય નોટો છપાય છે!
ભારતની ચાર પ્રિન્ટિંગ પ્રેસ માંથી દેવાસના બેંકની નોટ પ્રેસ અને નાસિકના બેંકની નોટ પ્રેસ ભારતીય વિત્ત મંત્રાલય નેતૃત્વ વાળી સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મીટીંગ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાના અંતર્ગત આવે છે. જ્યારે મૈસુર અને સલબોની ની પ્રેસ નોટ રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા ની સબ્સિડિયરી કંપની ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ ના આધીન છે.
ભારતીય નોટોમાં લાગનારી શાહી ક્યાં બને છે.રિપોર્ટ અનુસાર ભારતીય નોટોમાં લાગનારી શાહી ને સ્પેશિયલ સ્વિઝરલેન્ડ ની કંપની sicpa થી આયાત કરવામાં આવે છે તે કંપની ભારત સિવાય બીજા દેશોને પણ શાહી એક્સપોર્ટ કરે છે.
ભારતીય નોટનું કાગળ.ભારતીય નોટ જે કાગળથી બને છે તેમાંથી અધિકાંશ કાગળ ભારતમાં નથી બનતા એવું એટલા માટે કે ભારતમાં ફક્ત એક જ પેપર મિલ છે જે હોશગાબાદ છે! જે ભારતીય નોટો અને સ્ટેમ્પ માટે પેપર બનાવે છે તેના સિવાય ભારતીય ચલણ માટે વધારે કાગળ જર્મની,યુકે,અને જાપાન થી આવે છે જે નોટ બનેલામાં લાગવવાળા કુલ કાગળોના 80 તક છે. આરટીઆઈ ના અનુસાર દરેક નોટને બનાવવામાં અલગ અલગ લગાત લાગે છે.
જેમ 5 રૂપિયાની નોટને બનાવવામાં 50 પૈસા, 10 રૂપિયા ની નોટ માં 0.9 પૈસા, નોટ તૈયાર થયા બાદ તે નોટોને રિઝર્વ બેન્કની દેશમાં હાજર 18 ઈશ્યુ ઑફિસમાં મોકલવામાં આવે છે. જે અહેમદાબાદ, હૈદરાબાદ, બેગલૂરું, ભુવનેશ્વર, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકત્તા, મુંબઈ, નાગપુર, દિલ્હી, પટના, ગુવાહાટી, ચેન્નઈ, બેલાપુર, ભોપાલ, તિરુપવનતપુરમ મા છે, જ્યાંથી તેમને કોર્મોશિયલ બેંક અલગ અલગ શાખાઓ ને મોકલી દેવામાં આવે છે.
ઘણી વાર ભારતીય નોટ ક્યાં છપાઈ છે તેને લઈને ખોટી પોસ્ટ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે જે કારણથી લોકોએ આ વાતોની જાણકારી હોવી ખૂબ જરૂરી છે તો જ તે આવી ખોટી ન્યુઝ થી બચી શકશો.