કોમેડી ક્વીન ભારતીસિંહ ફરી વખત ટ્રોલ થઈ, લોકોએ કહ્યું હજુ નશો ઉતર્યો નથી

કોરોના વાયરસથી બચવા માટે માસ્ક અને સોશિયલ ડિસટન્સીંગ એક સચોટ ઈલાજ છે તેવામાં મહારાષ્ટ્રમાં તો સૌથી ખરાબ હાલત છે જેના કારણે અહીયાની સરકાર દ્વારા લોકડુન કરી દેવામાં આવ્યું છે. લોકોને વારંવાર સલાહ આપવામાં આવે છે કે કોરોનાથી બચવા માટે માસ્ક જરૂરથી પહેરો. તેવામાં કોમેડેક્વિન ભારતી સિંહ પણ લોકોને માસ્ક પહેરવા સલાહ આપતી હતી.

જોકે તે સમયે તેણે પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ફેલાયા બાદ લોકોએ તેને બરાબરની ટ્રોલ કરી છે. ભારતીસિંહ હંમેશા તેની ફની સ્ટાઈલમાં કઈક એવું કરતી હોય છે કે તે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. આ વખતે પણ સોશિયલ મીડિયામાં તેનો વીડિયો વાયરલ થયા બાદ તે ચર્ચાનો વિષય બની ગઈ છે.

પોતેજ માસ્ક નહોતું પહેર્યું: જોકે ચર્ચાની સાથે સાથે તે ટ્રોલ પણ તેટલીજ થઈ છે. કારણકે વીડિયોમાં તેણે પોતે માસ્ક નહોતી પહેર્યું પરંતુ તે લોકોને માસ્ક પહેરવા માટે સલાહ આપતી હતી. સાથેજ એક વ્યક્તિએ માસ્ક નહોતું પહેર્યું તો તે તેને ટોકી પણ રહી હતી. પરંતુ બાદમાં તેને અહેસાસ થયો કે તેણે પોતે પણ માસ્ક નથી પહેર્યું. જેથી તેણે ફ્રોકથી મોઢું ઠાકવાનો પ્રયાસ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સોશિયલ મીડિયામાં ટ્રોલ: વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે. કે ભારતી સિંહ લોકોને માસ્ક લગાવે તેવી સલાહ આપી રહી હતી. પરંતુ બાદમાં તેને ધ્યાન ગયું કે તેણે પણ માસ્ક નથી પહેર્યું જેથી તેણે એવું કહ્યું ક ઓહ સોરી મારુ પણ માસ્ક નથી તેવામાં એક જણે ત્યાથી એવી કોમેન્ટ પાસ કરી હતી કે તમે તો અંકલને ડરાવી દીધા જેથી આજ કારણોસર ભારતી સોશિયલ મીડિયામાં ફરીથી ઘણી ટ્રોલ થઈ છે.

યુઝર્સે ખરાબ રીતે ટ્રોલ કરી: યુઝર્સ દ્વારા તેને બરાબરની ટ્રોલ કરવામાં આ રહી છે તેના આ વીડિયો પર અમુક લોકોએ હસતા ઈમોજી મોકલ્યા છે. સાથેજ તેના આ મજાકને કારણે યુઝર્સ દ્વારા તેનેજ ટ્રોલ કરવામાં આવી છે એક યુઝર દ્વારા તો એવી કોમેન્ટ પણ કરવામાં આવી છે કે હજી સુધી નશો ઉતર્યો નથી લાગતો તો બીજા એક યુઝરેતો એવું લખ્યું હતું કે પડીકી પાછી ચાલું શરૂ કરી ઉપરાત એક યુઝર દ્વારા તો એવી કોમેન્ટ પણ કરવામાં આવી હતી કે નેક્સટ કોરોના પોઝિટીવ.

ડ્રગ્સ એંગલ: ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત કેસના ડ્રગ્સ એંગલમાં ઘણા બધા મોટા સેલેબ્રીટીના નામ સામે આવ્યા હતા જેમા ઘણા લોકોની તો ધરપકડ કરવામાં આવી હતી જેમા ભારતીસિંહની પણ એનસીબીની ટીમે ધરપકડ કરી હતી. જોકે બાદમાં તેને જામીન મળી ગયા હતા પરંતુ એનસીબી દ્વારા હજુ પણ આ કેસની તપાસ યથાવાત રાખવામાં આવી છે અને દિવસેને દિવસે નવા નવા લોકોના નામ સામે આવી રહ્યા છે સાથેજ તેમની ધરપકડ પણ કરવામાં આવી રહી છે.

Scroll to Top