ટી-20 વર્લ્ડ કપ : ના માહી ની માર્ગદર્શકતા ચાલી કે ના કોહલીની કેપ્ટન્સી, ટી-20 વર્લ્ડ કપમાં…

કોરોના ના સમયગાળામાંથી સાજા થયા બાદ જ્યારે ક્રિકેટ પાટા પર આવી રહ્યું હતું ત્યારે બધા ટી-20 વર્લ્ડ કપનું સ્વપ્ન જોઈ રહ્યા હતા. અને એવું લાગતું હતું કે ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતી શકે છે.

ટી-20 વર્લ્ડ કપ પહેલા જ આઇપીએલ રમાઈ રહી હતી. ટીમની જાહેરાત સિવાય આશ્ચર્યજનક બાબત એ હતી કે ભારતીય ટીમની સાથે પૂર્વ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીને મેન્ટર તરીકે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કારણ કે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પણ આઇપીએલ જીતી હતી. જ્યારે ભારતીય ટીમે આઇપીએલ બાદ ટી-20 વર્લ્ડ કપની સફર શરૂ કરી ત્યારે તેણે પ્રેક્ટિસ મેચોમાં મોટી ટીમોને હરાવી હતી.

ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે હતી. પાકિસ્તાને ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતને ક્યારેય હરાવ્યું નથી. આ વખતે પ્રથમ મેચમાં જ પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. આ હાર પછી ટીમ ઈન્ડિયા વાપસી કરી શકી નથી. પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવીને આગામી મેચમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતુ. રોહિત શર્માને ન્યૂઝીલેન્ડ સામે ઓપનિંગ આપવામાં આવ્યું ન હતું. સમગ્ર બેટિંગ ઓર્ડર માં ગડબડ થઈ હતી. પાકિસ્તાન સામેની હારથી ભારતીય ડ્રેસિંગ રૂમમાં ગભરાટ ફેલાયો હતો. ન્યૂઝીલેન્ડે પણ ભારતીય ટીમને હર આપી હતી. આ હાર બાદ જ ભારતીય ટીમને સેમિ ફાઈનલમાં પ્રવેશવામાં મુશ્કેલી પડી હતી.

ત્યારબાદ ટીમ ઇન્ડિયાએ સતત ત્રણ મેચમાં અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયાને જંગી અંતરથી હરાવ્યા હતા. પરંતુ તે ન્યૂઝીલેન્ડથી ક્રોસ ઓવર કરી શકી ન હતી. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ ગ્રૂપ 2ની સેમિ ફાઈનલ બની હતી. ભારતીય ટીમનું નસીબ એ હતું કે તે અફઘાનિસ્તાન ને મેચ જીતવા પર નિર્ભર હતું.

વર્લ્ડ કપપૂરો થયો ત્યારે ત્રણ બાબતો સ્પષ્ટ થઈ ગઈ હતી. વિરાટ કોહલી હવે ટી-20 ફોર્મેટની કેપ્ટન્સી કરતો જોવા મળશે નહીં, રવિ શાસ્ત્રી હવે ભારતીય ટીમના કોચ નથી અને મહેન્દ્રસિંહ ધોની પણ મેન્ટર તરીકે જોવા મળશે નહીં.

Scroll to Top