ભારતનાં ખાતે વધું એક સિદ્ધિ, જર્મની અને જાપાન પણ રહી ગયાં પાછળ.

ભારતના ખાતે આજ સુધી ઘણી એવી સિદ્ધિ ઓ આવી છે જેમાં ભારતે આખા વિશ્વ માં પોતાની અલગ છાપ છોડી છે.હાલમાં પણ ભારતના નામે નવી સિદ્ધિ નોંધાય છે.2039 સુધી વધતા કંજ્મપશન અને ઇન્વેસ્ટમેન્ટની સાથે ભારત જીડીપીના મામલામાં દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.

આ જાણકારી બ્લૂમબર્ગની એક રિપોર્ટમાં આપવામાં આવ્યું છે. ભારત દુનિયાભરના રોકાણકારો માટે સમાન તક ઉત્પન્ન કરી શકે છે. જેમ ચીને બૂમ પહેલા કર્યું હતું. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત તેના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સક્ષમ છે પરંતુ જીડીપીના ઝડપથી વિકાસમાં ઘણી અડચણ આવી હતી.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનની તુલનામાં ભારતમાં જીડીપી ગ્રોથના રસ્તામાં અડચણો વધારે છે.

વર્તમાનમાં દેશની અર્થવ્યવસાથાનો આકાર 2900 અરબ ડોલર પર છે. મોદી સરકારે વર્ષ 2024 સુધી ભારતને પાંચ હજાર અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય છે. વર્ષ 2039 સુધી ભારતનો જીડીપી આંકડો દસ હજાર અરબ ડોલર સુધી પહોંચી જશે અને ત્યારે ભારત દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.

આ બઢતીના રસ્તામાં જોકે, ઓટોમેશન, ડિજીટાઇજેશન, જળવાયુ પરિવર્તન, સંરક્ષણવાદ અને લોકપ્રિયતા માટે કરવામાં આવેલા કામ બાધક બની શકે છે.બ્લૂમબર્ગે ન્યૂ ઇકોનોમી ડ્રાઇવર્સ એન્ડ ડિસરપર્ટસ ઇન્ડેક્સ નામના એક રિપોર્ટમાં આ વાત કહી છે.રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે નવી અર્થવ્યવસ્થામાં બાધક તત્વની સંખ્યા ખૂબ વધારે છે.

એહવાલમાં કહેવામાં આવ્યું છે કે ઓછી આવક વાળી અર્થવ્યવસ્થા હવે વધારે આવક વાળી અર્થવ્યવસ્થાની નજીક પહોંચવાની સ્પીડ વધારી રહી છે.દેશની અર્થવ્યવસ્થાના રસ્તામાં ઘણી અડચણો આવી શકે છે અને જે દેશની આ પ્રક્રિયાને શરૂ કરવામાં મોડું કરશે તેણે તેનું નુકસાન ઉઠાવવું પડી શકે છે.

જોકે સરકાર નો પુરે પૂરો પ્રયન્ત છે કે હવે આ અર્થવ્યવસ્થામાં કોઈ પણ પ્રકારનું ગાબડું ના સર્જાય જો કે દેશ ના ધનિક લોકો ને લઈને એક મહત્વનો પ્રશ્ન બની રહ્યો છે અગાવ પણ એક માહિતીમાં અંબાણી ને લઈને એક ચોંકાવનારો ખુલાશો થયો હતો જેમાં દેશ ની અર્થવ્યવસ્થા બગાડવા પાછળ દેશ ના ધનિક વ્યક્તિ નો હાથ છે તેમ જાહેર થયું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top