ભરૂચની કેમિકલ ફેકટરીમાં આગ લાગતાં 8 મજૂરોનું મોત, ફેક્ટરી માંથી બહાર આવેલા યુવાન નો વીડિયો જોઈ તમેને પણ રડવું આવી જશે

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

વધુ એક વખત ભરૂચ માં ફેક્ટરી માં આગ લગતાં લોકો નો જીવ તારવે ચોંટી ગયો હતો. દહેજમાં આવેલી યશસ્વી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા આગને કારણે 8 કામદારના મોત થયા છે. 50 થી વધુ કામદારો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. આગની ઘટનામાં આગ પર કાબૂ મળ્યો ત્યારબાદ કામદારોના મૃતદેહ મળ્યા હતા. આવી કરુણ ઘટનાં જોઈ તમે પણ ધ્રુજી ઉઠશો ખરેખર ખુબજ કરુણ છે આ ઘટના.

આગ એટલી ભયંકર હતી કે 6 કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 2 ના સારવાર દરમિયાન મોત થયા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ આગ વહેલી સવારે લાગી હતી. જો કે આ આગ શા માટે લાગી છે તેનું કારણ જાણી શકાયુ નથી. વિસ્ફોટમાં 5 લોકોનાં મોત થયા છે જ્યારે વિસ્ફોટ થવાથી 57 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ભરૂચ પ્રશાસનના જે મુજબ જાણકારી આપી છે તે અનુસાર બોઇલર ફાટતા ભીષણ આગ લાગી હતી જેમાં 57 લોકો દઝાયા હતા. વિસ્ફોટ થયા બાદ આસપાસના વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.કેમિકલ આગને કારણે હવામાં ઝેરી ધૂમાડો ફેલાયો હતો.

ત્યારે કંપનીની બાજુમાં આવેલા અંભેટા ગામ ખાલી કરાવવામાં આવ્યું છે. કંપનીમાં રહેલા સોલ્વન્ટના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.બ્લાસ્ટને પગલે આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.કેટલાક કર્મચારીઓ દોડીને કંપનીની બહાર આવી ગયા હતા.જે કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી તેમાં 15 થી વધુ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલનું ઉત્પાદન થતું હતું.તેને કારણે ભીષણ વિસ્ફોટ થતા ઝેરી વાયુ પણ હવામાં દૂર સુધી ફેલાયો હતો.

ગંભીર રીતે ઘાયલ કર્મચારીઓ બહાર આવીને કણસતા હતા પણ એમ્બ્યુલન્સ આવી ન હતી.બાદમાં કર્મચારીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. દહેજ ફાયર બ્રિગેડના 10 ફાયર ફાઇટર ઘટના સ્થળે આવ્યા બાદ આગ પર કાબુ મેળવાયો હતો અને મૃતદેહો ને બહાર કઢાયા હતા.

ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા તમામ કામદારોને ભરૂચ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે અને ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર હવે ભારે જહેમત બાદ કાબૂ મેળવાયો છે તે ઉપરાંત કેમિકલ ફેક્ટરીની આસપાસના બે ગામમાંથી 4800 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here