ભાવનગરમાં ભરવાડ યુવા સંગઠને વડોદરાના 50 યુવાનોને બોલેરો વિતરણ કરી

ભાવનગર: ભરવાડ યુવા સંગઠન દ્વારા સમાજના બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે તેવા આશયથી શહેરના કાળીયાબીડમાં આવેલા સપ્તપદી હોલમાં કાર્યક્રમ યોજાયો. જેમાં સંગઠનના પદાધિકારીઓ અને આગેવાનોના હસ્તે 50 યુવાનોને બોલેરો જીપનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર અને જિલ્લા ભરવાડ સમાજના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બોલેરો મેક્સી ટ્રક પ્લસ ગાડી આપીને રોજગારી મેળવવા સહાયતા કરવામાં આવી

ભાવનગરમાં ભરવાડ સમાજના સંગઠન દ્વારા તેના યુવાનોને રોજગારી પૂરી પાડવાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભરવાડ સમાજના 50 યુવાઓને બોલેરો મેક્સી ટ્રક પ્લસ ગાડી આપીને રોજગારી મેળવવા સહાયતા કરવામાં આવી હતી. ગુજરાત વિકાસ કરી દરેક ક્ષેત્રમાં આગળ વધી હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે ભરવાડ યુવા સંગઠને સમાજના ઓછી આવક ધરાવતા લોકોને વધુ સારી રોજગારીની તકો મળી રહે અને તેઓ તેમનો પરિવાર વધુ સારી રીતે ચલાવી શકે અને પોતાના બાળકોને યોગ્ય શિક્ષણ આપી શકે અને સમાજની સાથે સાથે દેશનો પણ વિકાસ થાય તેવા ઉદ્દેશથી કામ કરી રહી છે.

ભરવાડ યુવા સંગઠનના ભરતભાઈએ જણાવ્યું હતું કે, સંગઠનનો મુખ્ય હેતુ સમાજના યુવાનોને પ્રશિક્ષિત કરવા, રોજગારીની તકો ઊભી કરવી, સંપૂર્ણ શિક્ષણ પૂરું કરે તેવી વ્યવસ્થા કરવાનો છે. સમાજને આરોગ્યલક્ષી સહાય કરવી, ધર્મ અને રાષ્ટ્ર ભક્તિની પ્રજ્વલિત રહે અને સમાજના યુવાનો દરેક ક્ષેત્રે આગળ વધે તેમજ મુખ્યધારાના પ્રવાહમાં સામેલ થાય તેવું એક બીડું ઉપાડ્યું છે.

સંગઠન હાલ યુવાનો માટે યુવા રોજગાર યોજના અમલમાં મુકી છે, આ યોજના અંતર્ગત ગુજરાત સ્થિત સમાજના યુવાનોને મહિન્દ્રા બોલેરો મેક્સિ ટ્રક પ્લસ ગાડી એક પણ રૂપિયો ભર્યા વગર માસિક 13 હજારનાં 60 સરળ હપ્તે રોજગારી કરવા માટે ગાડી આપવામાં આવી હતી. જેમાં ભરવાડ સમાજના વડીલો અને સંતોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેથી તેઓને ડાઉનપેમેન્ટનું કોઈ પણ જાતની ચિંતા ના રહે અને તેમના પરિવારનું ભરણપોષણ કરી શકે. ભરવાડ યુવા સંગઠન દ્વારા સમાજના જરૂરતમંદ યુવાનોને પગભર કરવાના હેતુથી આજે ભાવનગર ખાતે 50 બોલેરોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top