ભીમ તેના પુત્ર ઘટોત્કચ સાથે રમતા હતા આ રમત, આજે પણ અહીં રહે છે પત્ની હિડિંબાના વંશજ, જાણો ક્યાં આવેલ છે આ જગ્યા…

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો મહાભારત ને ભારતનુ સૌથી મોટુ મહાકાવ્ય કહેવામા આવે છે જે ભારતના મુનિ વેદ્વ્યાસે લખેલુ છે મિત્રો એવી માન્યાતા છે કે મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી કથા છે અને મિત્રો મહાભારત કાળથી જોડાયેલી કેટલીક વાતો પણ તમે જાણતા હશો જેવી કે પાંડવ અને કૌરવ કોણ હતા, મહાભારતનુ યુદ્ધ કોણે જીત્યુ હતુ તેમજ મિત્રો એવી ઘણી વાતો છે જે આપણે જાણીએ છે પરંતુ મિત્રો તેમાની જ એક વાત છે અને આ વાત છે ભીમ અને હિડમ્બાના પુત્ર ઘટોત્ક્ચ વિશે મિત્રો કહેવાય છે કે ભીમે હિડમ્બ રાક્ષસનો વધ કર્યા પછી જ્યારે હિડમ્બની બહેન હિડમ્બાએ ભીમને જોયા તો તેને ભીમ સાથે પ્રેમ થઇ જાય છે અમે ત્યારે ભીમ અને હિડમ્બા એકબીજા સાથે લગ્ન કરી લે છે અને તેમને એક ઘટોત્કચ નામનો એક પુત્ર પણ હતો જે મહાભારતના યુદ્ધ મા કર્ણના અમોઘ શક્તિ બાણથી તે માર્યો જાય છે.

પરંતુ મિત્રો શું તમે જાણો છો કે ભારતમાં એક જગ્યા એવી પણ છે જ્યાં આજે પણ મહાભારત કાળના મહાબલી ભીમની રાક્ષસી પત્ની હિડિંબાના વંશજ રહે છે અને તેઓ વર્ષોથી તે જગ્યાનુ ધ્યાન રાખે છે મિત્રો આ રાજ્યનુ નામ છે નાગાલેન્ડ મિત્રો તમને જણાવી દઈએ કે 1961મા આ રાજ્ય નુ નામ નાગાલેન્ડ રાખવામા આવ્યુ હતુ અને જ્યારે પેહલા તેને નહા હિલ્સ તુએનસાંગ એરિયા રાખવામા આવ્યુ હતુ મિત્રો શરૂઆતમા આ રાજ્ય એક કેન્દ્રશાસિત રાજ્ય હતુ.

પરંતુ મિત્રો 1 ડિસેમ્બર 1963મા તેને દેશનું 16મુ રાજ્ય બનાવવામા આવ્યુ હતુ મિત્રો તમને જણાવી દઈએ કે નાગાલેન્ડ ભારતનુ એકમાત્ર એવુ રાજ્ય છે જ્યા એક રેલ્વે સ્ટેશન અને એક જ એરપોર્ટ આવેલુ છે અને આ બંને રાજ્યના સૌથી મોટા નગર દિમાપુરમા આવેલા છે મિત્રો એવુ કહેવાય છે કે દિમાપુરને નાગાલેન્ડનુ મુખ્ય પ્રવેશ દ્વાર માનવામાં આવે છે.

મિત્રો નાગાલેન્ડ રાજ્યની ઉત્તરમા અરૂણાચલ પ્રદેશ તેમજ પશ્ચિમમા અસમ અને દક્ષિણમા મણિપુર રાજ્ય આવેલુ છે અને જ્યારે પૂર્વમા મ્યાનમાર દેશથી ઘેરાયેલું છે મિત્રો તમને જણાવી દઈએ કે અહિની મુખ્ય ભાષા અંગ્રેજી છે અને તે સિવાય અહી હિન્દી ઉપરાંત 16બીજી આદિવાસી ભાષાઓ પણ બોલવામા આવે છે.

મિત્રો દિમાપુરની મહાભારત કાળની વિરાસત આજે પણ પર્યટકો માટે આકર્ષણનુ કેન્દ્ર બને છે મિત્રો કહેવાય છે કે અહિ આજે પણ ભીમની પત્ની હિડીંબાનો વાડો છે અને આ રાજવાડીઓ મા શંતરજની મોટી અને ઉચી ગોટીઓ છે જેમાથી અમુક હવે તુટી ગઈ છે મિત્રો અહિ રહેતા લોકોની એવી માન્યતા છે કે આ ગોટીઓ થી ભીમ અને તેમનો પુત્ર ઘટોત્કચ શંતરજની રમત રમતા હતા અને આ આ ગોટીઓનું કદ અને વજન એટલું છે કે સામાન્ય લોકો માટે તેમને હલાવવું અશક્ય છે તેમજ આ જગ્યાએ વનવાસદરમિયાન પાંડવોએ પણ ઘણો સમય વિતાવ્યો હતો.

મિત્રો તમને જણાવી દઈએ કે દિમાપુર મહાભારત કાળનો છે જે આજે પણ અહીં રહેતી એક જાતિ પોતાને હિડિમ્બાના વંશજ માને છે તેમજ મિત્રો દીમાપુરને પહેલા હિડિંબાપુર ના નામથી ઓળખવામાં આવતુ હતુ અને આ જગ્યામા પહેલા મહાભારત કાળમાં હિડિંબ રાક્ષસ અને તેની બહેન હિડિંબા રહેતી હતી અને કહેવાય છે કે અહીંજ હિડિંબાએ ભીમની સાથે લગ્ન કર્યા હતા તેમજ મિત્રો અહીં રહેનારી ડિમાશા જનજાતિ પોતાને ભીમની પત્ની હિડિંબાના વંશજ માને છે.

મિત્રો આપણે સૌ જાણીએ છે કે પાંડવોને કૌરવો સાથે જુગારમા હારતા વનવાસ ભોગવવો પડ્યો હતો અને આ વનવાસ દરમિયાન પાંડવો એક જંગલથી બીજા જંગલમાં ભટકતા હતા અને એક સમયે તે ભટકતા તે એકવાર દિમાપુરના જંગલોમાં આવી જાય છે જ્યા પહેલા થી જ રાક્ષસ હિડિમ્બ અને તેની બહેન હિડિમ્બા આ જંગલોમાં રહેતા હતા જ્યારે હિડિમ્બને પાંડવો વિશે ખબર પડી ત્યારે તેણે તેની બહેનને બધાને મારી નાખવાનું કહ્યું અને ત્યારે હિડિમ્બાએ પાંડવોને મારવા માટે ત્યા પહોંચી ગઈ ત્યારે ભીમ તેના સૂતા ભાઈઓ અને માતાની રક્ષા કરી રહ્યો હતો ત્યારે ભીમને જોઇને હિડિમ્બા મોહિત થઈ ગઇ અને પાંડવોની હત્યા કર્યા વિના પાછી જતી રહી.

હિડિમ્બને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને તે પાંડવોને મારી નાખવા પહોંચી ગયો અને ત્યારે હિડિમ્બ અને ભીમ વચ્ચે ભીષણ યુદ્ધ થયું અને આ યુદ્ધમાં ભીમે હિડિમ્બને મારી નાખ્યો અને આ યુદ્ધ પછી જ્યારે પાંડવોએ જંગલ છોડવાનું શરૂ કર્યું ત્યારે હિડિમ્બા આવીને કુંતીને કહ્યું કે તેણે ભીમને પતિ તરીકે સ્વીકારી લીધો છે અને ભીમ વિના તે પોતાનો જીવ આપી દેશે અને હિડિમ્બાના પ્રેમને જોઈને ભીમે હિડિમ્બા સાથે લગ્ન કર્યા હતા .

મિત્રો તમને જણાવી દઈએ કે પાંડવો લગભગ એક વર્ષ સુધી તે જંગલમાં રહ્યા હતા તેમજ ભીમ અને હિડિમ્બાને એક પુત્ર પણ હતો જેનું નામ ઘટોત્કચ હતુ તેમજ મિત્રો તેના નામ પાછળ પણ એક કારણ હતું ભીમ હિડિમ્બાના દીકરાના માથા પર એક પણ વાળ નહતા એટલે કે તેનુ આખું માથું એક ઘડા જેવું લાગતું હતું ઘટોત્કચ ભીમ જેટલા શક્તિશાળી અને હિડિમ્બા જેવા પ્રપંચી હતા તેમજ મહાભારતના યુદ્ધમાં, ઘટોત્કચને મારવા માટે કર્ણને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવો પડ્યો જે તેણે અર્જુનના વધ માટે સંગ્રહ કરી રાખ્યું હતુ.

મનાલીમાં હિડિમ્બાનું ભવ્ય મંદિર પણ આવેલુ છે તેમજ મિત્રો મનાલીમાં હિડિમ્બાએ રાક્ષસી યોનિથી મુક્તિ મેળવીને દેવી સ્વરૂપ પ્રાપ્ત કર્યું હોવાનું કહેવાય છે મનાલીની જેમ દર વર્ષે લાખો પ્રવાસીઓ દિમાપુરની મુલાકાત લે છે મિત્રો અહિ દર વર્ષે લાખો લોકો આ મોટા મોટા શંતરંજની ગોટીઓ અને હિડીંબાના આ મંદિરને જોવા માટે આવે છે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here