દેશમાં લૂંટફાટ, ચોરી અને ગુંડાગર્દી, અને અપહરણના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોને એટલા ફરવામાં અને બાળકોને બહાર ફરવા દેવામાં પણ લોકોમાં ચિતા જોવા મળતી રહે છે. ત્યારે આજે વધુ આવો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઘરકામ કરતી નોકરાણીએ જ અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે.
જેને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ ઘટના દિલ્હીમાં બની છે, ત્યારે આ ઘટનાને લઈને રાજસ્થાનના ભિવાડી પોલીસે સોમવારે એક રેસ્ક્યૂ ઓપરેશન કર્યું હતું. જેમાં માત્ર પંદર જ મીનીટમાં દિલ્હીથી અપહરણ કરાયેલી ત્રણ વર્ષની માસૂમ બાળકીને સુરક્ષિત બચાવી લેવામાં આવી હતી. જે આ 3 વર્ષની બાળકીનું અપહરણ કરીને અલવર પહોંચેલી આરોપી મહિલાની પોલીસે ધરપકડ કરી લીધી છે. જો કે આ મામલે અલવરના ભિવાડી એસપી રામમૂર્તિ જોશીને સોમવારે સાંજે લગભગ 6:15 મીનીટે દિલ્હી પોલીસને બાળકીના અપહરણની માહિતી મળી હતી.
આ 3 વર્ષની બાળકીનું અપહરણ તેના ઘરે કામ કરનારી નોકરાણીએ જ કર્યું હતુ અને આ મહિલા દિલ્હીથી અનવર તરફ જઈ રહી હતી. આ મામલે દિલ્હી પોલીસે એસપીને કહ્યું હતું કે, આરોપી મહિલા એક બસમાં બેસીને ધારૂહેડા ભિવાડી તરફથી અલવર તરફ જઈ રહી છે. જે પોલીસે આ મહિલાના લોકેશનના આધારે સાઈબર સેલને અલર્ટ કરી હતી અને પોલીસે આ મહિલાને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવીને બસોમાં તપાસ કરી હતી.
આ જાણકારી ભિવાડી પોલીસને મળતા તેઓએ 6 જગ્યાએ નાકાબંદી કરી હતી. આ દરમિયાન શંકાસ્પદ મહિલા અને બાળકીની જાણ કરવામાં આવી. એ પછી ખુશેખેડા પોલીસ સ્ટેશનના અધિકારી રાજેશ યાદવે તિજારાની પાસે અપહરણકર્તા મહિલાની ધરપકડ કરી અને આ બાળકીને મહિલા પાસેથી બચાવી લીધી છે. ત્યારબાદ આ બાળકીને પોલીસે તેમના પરિવારને સલામત રીતે તેમના પરિવાર સોંપી છે.
જો કે આ સમગ્ર ઘટના એવી હતી કે આ આરોપી મહિલા દિલ્હીના પ્રસાદનગરના એક ઘરમાં નોકરાણીનું કામ કરતી હતી. આ શિવાની વર્મા નામની મહિલા અલવરના 60 ફૂટ રોડ ખાતે રહેતી હતી. અને તે જે ઘરમાં નોકરાણીનું કામ કરતી હતી તેના માલિકની ત્રણ વર્ષની બાળકી મનુ શુક્લાનું અપહરણ કરીને બપોરે ફરાર થઈ ગઈ હતી. ત્યારબાદ તેના પરિવારે દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી.
આ સમગ્ર મામલે આરોપી મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, તેના માલિકે તેને તેનો પગાર આપ્યો ના હોવાથી માલિકને સબક શીખવાડવા માટે આ બાળકીનું અપહરણ કર્યું હતું. જો કે પોલીસે આ મહિલાને પકડીને બાળકીને બચાવી લીધી છે અને પોલીસે આ મામલે આરોપી મહિલાની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરી છે.