ભૂપેન્દ્ર પટેલ સાથે રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું આ ખરાબ વર્તન

વિજય રૂપાણીએ સીએમ તરીકે ગઈ કાલના રાજીનામું આપી દેવામાં આવ્યું હતું. ત્યાર આજે સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતના નવા સીએમ મળી ગયા છે. ભાજપ દ્વારા ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર રજનીકંત પટેલ પસંદગી કરવામાં આવી છે. જયારે સરદાર ધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને ઔડા સાથે સંકળાયેલા 59 વર્ષીય ભૂપેનિદ્બ્ર પટેલને એક સમયે રૂપાણી સરકાર દ્વારા એટલા હદે નજરઅંદાજ કરાયા હતા કે તેમને કેબિનેટ સુદ્ધામાં સામેલ કરવામાં આવ્યા નહોતા.

જ્યારે ચાર વર્ષ અગાઇ રચાયેલી રૂપાણી સરકારના મંત્રીમંડળમાં આનંદીબેનના નજીક ગણાતા ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાંથી બાદબાકી કરાઈ હતી. આ સમયે કાર્યકરોમાં આશ્ચર્યનું વાદળ છવાઈ ગયું હતું કે, રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકોના પરિણામમાં સૌથી વધુ 1.17 લાખની લીડ સાથે ભૂપેન્દ્ર પટેલ ચૂંટાઈને આવ્યા છતાં તેમની કેબીનેટમાંથી બાદબાકી કરાઈ હતી.

તેમ છતાં ટિકિટની ફાળવણી મુદ્દે પણ અમિત શાહ અને આનંદીબહેન પટેલ વચ્ચે વિવાદ ઉભો થયો હતો. અમિત શાહ તેમના ખાસ પટેલને ટિકિટને ટિકિટ આપવા માંગતા હતા પરંતુ આનંદીબહેને પોતાની ઘાટલોડિયા બેઠક પરથી પોતાના જ અંગત એવા ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપવા માટે દબાણ કર્યું હતું. આનંદીબહેને ચૂંટણી પહેલા જ પોતે ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી દેવામાં આવી હતી. ઘાટલોડિયામાંથી જીત મેળવનાર ભૂપેન્દ્ર પટેલની મંત્રીમંડળમાંથી બાદબાકી માટે એવું કહેવાય છે કે ભૂપેન્દ્રભાઈને બેન નડ્યા હશે.

તેની સાથે ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રહ્યા છે. આનંદીબહેન પટેલના સ્થાને ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના શશિકાંત પટેલ સામે 1.17 લાખ મતની લીડ સાથે જીત્યા હતા. ઔડાના ચેરમેન પણ રહી ચુક્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહ્યા હતા. પાટીદાર સમાજનું નેતૃત્વ કરે છે. ભૂપેન્દ્ર પટેલ આનંદીબહેનના વિશ્વાસુ રહેલા છે. ભાજપના પાયાના કાર્યકર પણ છે.

Scroll to Top