દિવાળીને ગયાને થોડો સમય થયો છે અને તે દરમિયાન લોકો વેકેશન માણવા માટે ફરવા નીકળી ગયા હતા. એવામાં ગુજરાતથી લઈને રાજસ્થાન સુધીના પિકનિક પ્લેસ પર લોકોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. તેમાં પણ આપણા ગુજરાતીઓનું હોટ ફેવરિટ પિકનિક પ્લેસ એટલે કે દીવ બીચ છે ત્યાં પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી. જ્યારે તાજેતરમાં દીવ બીચ ઉપર એક અકસ્માતની ઘટના સર્જાઈ હતી. પ્રવાસી દંપતી પેરાગ્લાઇડિંગ દરમિયાન આકાશમાં પહોચ્યું અને હવામાં દોરડું તૂટી જવાની ઘટના સામે આવી હતી. અને પ્રવાસી દંપતીનો જીવ અધ્ધરતાલે મુકાઈ ગયો હતો.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, દિવના નાગવા બીચ ઉપર એક કપલ પેરાગ્લાઇડિંગની મજા માણવા દંપતિ ગયું હતું. પરંતુ દંપતી જેવું પેરાગ્લાઇડરમાં બેઠું અને આકાશમાં થોડા જ ઊંચે ગયું ત્યાં જ અચાનક દોરડું તૂટી ગયું હતું. તેમ છતાં તેમના નસીબ સારા હતા કે, આ કપલ દરિયામાં પટકાયું હતું. જ્યારે બંનેનું રેસક્યું પણ કરી લેવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં બંને વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. તેમ છતાં આ સમગ્ર ઘટના કોઈએ કેમેરામાં કેદ કરી લીધી હતી. પછી તેને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધો હતો.
સંઘપ્રદેશ દીવના સૌથી પ્રખ્યાત નાગવા બીચ પર પેરા સેલિંગ દરમિયાન બોટ સાથે બાંધેલું દોરડું તૂટતા દંપતી દરિયામાં પડી ગયું હતું. તેમ છતાં કોઈ જાનહાનિ થતા અટકી હતી. જ્યારે હવે દીવના પ્રખ્યાત બીચ પર ચાલતી વોટર સ્પોર્ટસ એક્ટિવિટીમાં પ્રવાસીઓની સુરક્ષાને લઈ ગંભીર સવાલો ઉભા થયા છે. પેરા સેલિંગ દરમિયાન સર્જાયેલા અકસ્માતનો વીડિયો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ#Diu pic.twitter.com/4DaYuyxJm9
— Hiren Meriya (@Hiren_meriya) November 14, 2021
તેમ છતાં પ્રવાસીઓના જીવ બચી ગયા છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે, સુરક્ષા સાથે શું કામ ચેડાં થઈ રહ્યા છે? શું આ પેરાગ્લાઇડર અને તેમાં વપરાતા દોરડા અને અન્ય સાધનોની તંત્ર દ્વારા નિયમિત ચકાસણી કરવામાં આવે છે? છેલ્લે દોરડાંની ચકાસણી ક્યારે થઇ હતી? આવી ઘટના બાદ શું તંત્ર જાગશે તેને લઈને સવાલ ઉભા થયા છે. આ ઘટના બાદ ત્યાંના ટુરિઝમ ડિપાર્ટમેન્ટના ઓફિસરો ભૂલ સ્વીકારવાને બદલે છટકી ગયા હતા. તે પ્રવાસી કપલને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યું હતું.