મોટો અકસ્માત: કુલ્લુમાં બસ ખીણમાં પડી, શાળાના બાળકો સહિત 16 લોકોના મોત

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક મોટી બસ દુર્ઘટના થઈ છે. સોમવારે સવારે સૈંજ ઘાટીમાં એક બસ ખીણમાં પડી ગઈ હતી. બસમાં કુલ 45 લોકો સવાર હોવાનું કહેવાય છે, જેમાંથી અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. બસમાં કેટલાક બાળકો પણ હતા, જેઓ શાળાએ જઈ રહ્યા હતા. રોડ પરથી પસાર થતી આ ખાનગી બસ રોડ નીચે ખીણમાં પડી ગઇ હતી.

આ બસ ઘાટીના શેનશરથી સૈંજ તરફ આવી રહી હતી. તે જ સમયે આ બસ જંગલા નામની જગ્યાએ સિઝર મોડમાં કાબૂ બહાર નીકળી ગઈ હતી અને રોડની નીચે ખીણમાં પડી ગઇ હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે સૈંજ સ્કૂલ તરફ આવી રહેલી આ બસમાં સ્થાનિક લોકો સિવાય સ્કૂલના બાળકો પણ મુસાફરી કરી રહ્યા હતા.

એસપી કુલ્લુ ગુરદેવ શર્માએ જણાવ્યું કે બસના અકસ્માતની માહિતી મળી છે અને પોલીસ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

Scroll to Top