કિશોર બિયાનીની આગેવાનીવાળી ફ્યુચર ગ્રુપની રિટેલ ચેન, Big Bazaar એ તાત્કાલિક હોમ ડિલિવરી સર્વિસમાં પ્રવેશની ઘોષણા કરી. કંપની ઓનલાઈન મળેલ ઓર્ડર બે કલાકમાં પહોંચાડશે. કંપનીએ આપેલી માહિતી અનુસાર, જો તમે બિગ બજારની મોબાઈલ એપ અથવા પોર્ટલ દ્વારા ઑનલાઇન ઓર્ડર આપો છો તો નજીકના સ્ટોરમાંથી બે કલાકમાં માલ પહોંચાડવામાં આવશે. આ સેવા દ્વારા, તમે આ રિટેલ ચેન માંથી કપડાં, ખાદ્ય ચીજો, એફએમસીજી ઉત્પાદનો અને ઘરેલું વસ્તુઓનો ઓર્ડર આપી શકો છો.
ફ્યુચર ગ્રુપના પ્રેસિડેન્ટ (ફૂડ અને એફએમસીજી) કમલદીપસિંહે જણાવ્યું હતું કે કંપનીએ દિલ્હી-એનસીઆર, મુંબઇ અને બેંગાલુરુમાં બે કલાકમાં ડિલિવરી શરૂ કરી દીધી છે. કંપની આગામી સમયમાં આ સેવાને અન્ય શહેરોમાં પણ વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે.
સિંહે કહ્યું, “અમે આવતા બે-ત્રણ મહિનામાં દરરોજ આશરે એક લાખ ઓર્ડર આપવાની અપેક્ષા રાખીએ છીએ.” બીજા તબક્કામાં, બિગ બઝાર આગામી 45 દિવસમાં 21 શહેરોમાં બે કલાકની ડિલિવરી સેવા વિસ્તૃત કરશે. આ સેવા આવતા પાંચ-છ મહિનામાં બિગબજારના દરેક સ્ટોર્સ દ્વારા આપવામાં આવશે.
ડિલિવરી ચાર્જ
આ સેવા અંતર્ગત બિગ બજારમાંથી ઓછામાં ઓછી 500 રૂપિયાની ચીજવસ્તુઓ ખરીદવી પડશે. આ નવી સર્વિસ અંતર્ગત Big Bazaar રૂ .1000 હેઠળ ઓર્ડર માટે 49 રૂપિયાનો ડિલીવરી ચાર્જ લેશે. જો કે, ઑર્ડર મૂલ્ય 1000 રૂપિયાથી વધુ હોય તો તમારે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.
Big Bazaar એ ફ્યુચર રિટેલનું મુખ્ય રિટેલ સ્ટોર છે. દેશના 150 શહેરોમાં બિગ બઝારના 280 થી વધુ સ્ટોર્સ છે.