Gujarat

ગુજરાતના દરિયા કિનારાઓને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય

ગુજરાતના સમૂદ્ર કિનારાના બેટ દ્વારકા, શિયાળ બેટ અનેપિરોટન ટાપુઓને પર્યટન-પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકસાવવા પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ સામાજિક આર્થિક વિકાસના કામોના વિવિધ પ્રોજેક્ટસ રાજ્ય સરકાર હાથ ધરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ચોથી બેઠકમાંઆ ટાપુઓને ટુરિઝમ અનેનેચર રિલેટેડ એક્ટિ વિટીઝ, એડવેન્ચર સ્પોર્ટસ સહિતની ગતિવિધિઓથી પ્રવાસન પ્રવૃત્તિના આકર્ષણ કેન્દ્રો બનાવવાના વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

ગુજરાત 1600 કિ.મી. લાંબો સમુદ્ર કિનારો અને 144થી વધુ આયર્લેન્ડસ-બેટ ધરાવતું દેશનું વિકાસશીલ રાજ્ય છે તે સંદર્ભમાં ભારત સરકારની આયલેન્ડ ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત રાજ્યના આયલેન્ડ-ટાપુઓના વિકાસ માટે રાજ્ય સરકારે આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરેલી છે. આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે ટાપુઓ પર આર્થિક-સામાજિક-સોશિયો ઇકોનોમિક અનેપ્રવાસન ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાંઆ આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ચોથી બેઠકે બેટ દ્વારિકામાં 15, શિયાળ બેટમાં 20 અનેપિરોટન ટાપુના 12 મળી કુલ 47 પ્રોજેકજેટસ વિકસાવીને આ ટાપુઓને પર્યટન હોટસ્પોટ તરીકે ડેવલપ કરવાની બાબતે પરામર્શ-વિચારણા હાથ ધરી હતી.

મુખ્યમંત્રી ઉપરાંત આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ સહભાગી થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આયર્લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને પિરોટન, શિયાળ બેટ અનેબેટ દ્વારિકાના સર્વગ્રાહી પ્રવાસન આકર્ષણ કેન્દ્ર તરીકે વિકાસ માટે ડિટેઇલ્ડ પ્લાનીંગનીં અનેવિશ્વના આ ક્ષેત્રના તજજ્ઞોની સેવાઓ જોડવાના અગાઉની બેઠકમાં કરેલા સૂચન સંદર્ભે હાથ ધરાયેલી કાર્યવાહીની વિગતો પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી.

તદઅનુસાર, બેટ દ્વારિકામાં ઇકો ટુરિઝમ એન્ડ વોટર સ્પોર્ટસ, મરિન ઇન્ટર પ્રિટેશન સેન્ટર, બિચફ્રન્ટ ડેવલપમેન્ટ, લેઇક ફ્રન્ટ ડેવલપમેન્ટ, ડોલ્ફીન વ્યૂઇંગ સહિતના પ્રવાસન સુસંગત પ્રોજેકજેટ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકજેટ માટે રૂ. 28.95 કરોડના વિવિધ કામો માટે વિકાસ માસ્ટર પ્લાન તૈયાર કરવા એજન્સીની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ઓથોરિટી દ્વારા ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ મંજૂર કરી દેવાયો છે.

શિયાળ બેટ ટાપુઉપર ઇકો રિસોર્ટ, ઇકો પાર્ક, ડોલ્ફીન વ્યૂઇંગ પોઇન્ટ, આર્કિયો લોજીકલ ડિસપ્લે ગેલેરી, બીચફ્રન્ટ ડેવલપમેન્ટ અનેવોટર એક્ટિવિટીઝ જેવા જે કામો સહિતના ટુરિઝમ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને સોશિયલ ઇકોનોમિક પ્રોજેક્ટ્સના કુલ 35.95 કરોડના કામો માટે પણ વિકાસ એજન્સીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. પિરોટન ટાપુપર ટૂંક સમયમાં ઇકોફ્રેન્ડલી ટુરિઝમ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker