ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પર નજર રાખવા માટે ભારતે પોતાની સર્વેલન્સ સિસ્ટમને વધુ મજબૂત કરવા માટે મોટું પગલું ભર્યું છે. ભારતીય સંરક્ષણ દળ ચીન અને પાકિસ્તાનની સરહદો પર દેખરેખ રાખવા માટે 97 ‘મેડ-ઇન-ઇન્ડિયા’ ડ્રોન હસ્તગત કરવા માટે તૈયાર છે. સરકારી સૂત્રો દ્વારા સોમવારના આ જાણકારી આપી હતી.
અમેરિકા પાસેથી 31 પ્રિડેટર ડ્રોન ખરીદવાના નિર્ણય પછી ભારત હવે ‘મેક-ઈન-ઈન્ડિયા’ પ્રોજેક્ટ અંતર્ગત 97 અત્યંત સક્ષમ ડ્રોન ખરીદવા તરફ સતત આગળ વધી રહ્યું છે. સરકારી સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સંરક્ષણ દળો દ્વારા સંયુક્ત રીતે એક વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવ્યો હતો અને નક્કી કરવામાં આવ્યું હતું કે, ભારતીય દળો માટે મધ્યમ ઊંચાઈની લાંબી સહનશક્તિની જરૂરિયાતો પૂરી કરવા અને જમીન અને સમુદ્ર બંને પર દેખરેખ રાખવા માટે આવા 97 ડ્રોનની ખરીદી કરાશે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતીય વાયુસેના રૂ. 10,000 કરોડથી વધુના ખર્ચે આ ડ્રોન ખરીદવામાં આવશે. કારણ કે તેમને સૌથી વધુ સંખ્યામાં માનવરહિત એરિયલ વાહનો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે જે 30 કલાક સુધી સતત ઉડાન પણ ભરી શકશે.
ભારતે તાજેતરમાં 31 પ્રિડેટર ડ્રોન હસ્તગત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જે વધુ ઊંચાઈ અને લાંબા સમય સુધી સહનશક્તિની શ્રેણીના છે અને તેનો ઉપયોગ ભારતીય હિતના વિશાળ ક્ષેત્રોની દેખરેખ માટે કરવામાં આવશે.