Politics

ગુજરાતમાં AAPને મોટો ફટકો, ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી આજે BJPમાં જોડાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠકો જીતીને ખાતું ખોલાવનાર આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. AAP ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ભાયાણી રવિવારે બપોરે 3 વાગે ઔપચારિક રીતે ભાજપમાં જોડાશે. જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકના ધારાસભ્ય ભાયાણી 2017 સુધી ભાજપમાં હતા. વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ છોડીને તેઓ AAPમાં જોડાયા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કાનું મતદાન 1લી અને બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે થયું હતું. 8 ડિસેમ્બરે મતગણતરી થઈ હતી. ઈતિહાસ રચતા ભાજપે રાજ્યમાં રેકોર્ડ 156 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસ માત્ર 17 બેઠકો જ મેળવી શકી હતી.

AAPના આ પાંચ ઉમેદવારો ચૂંટણી જીત્યા
આમ આદમી પાર્ટીએ માત્ર 5 સીટો જીતી હોવા છતાં તેને 12.92 ટકા વોટ પણ મળ્યા હતા. ભૂપતભાઈ ઉપરાંત જામજોધપુર વિધાનસભા બેઠક પરથી આહીર હેમંતભાઈ હરદાસભાઈ, બોટાદ વિધાનસભા બેઠક પરથી મકવાણા ઉમેશભાઈ નારણભાઈ, ગારિયાધાર વિધાનસભા બેઠક પરથી સુધીરભાઈ વાઘાણી, દેડિયાપાડા વિધાનસભા બેઠક પરથી ચૈતરભાઈ દામજીભાઈ વસાવા AAPની ટિકિટ પર ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker