બિગ બોસ ફેમ પવિત્રા પુનિયાએ ન્યૂડ સીનને લઈને કર્યો મોટો ખુલાસો

બિગ બોસ 14 ફેમ પવિત્રા પુનિયાને આજે કોઈ ઓળખાણની જરૂરત નથી. તે નાગિન, બાલવીર સહિત ઘણા શોમાં જોવા મળી ચુકી છે. કામની સાથે તેમનું એઝાઝ ખાનની સાથે સંબંધના સમાચાર પણ ચર્ચામાં રહે છે. પરંતુ શું તમને જાણ છે કે, શરૂઆતી કારકિર્દી માં પવિત્રા પુનિયા ન્યૂડ સીન કરવાની ઓફર મળી હતી. આ વાતનો ખુલાસો પોતે પવિત્રા પુનિયાએ એક ઈંટરવ્યુ દરમિયાન કર્યું હતું, વાસ્તવમાં, પવિત્રા પુનિયાએ ડેટિંગ રિયાલિટી શો સ્પ્લિટ્સવિલા 3 થી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ શો બાદ તેમને વલ્ગર સીન કરવાની ઓફર મળી હતી.

એક વેબ પોર્ટલને આપેલ એક ઇન્ટરવ્યૂમાં પવિત્રા પુનિયાએ જણાંવ્યું છે કે, શો બાદ મને ન્યૂડ સીનનો પ્રસ્તાવ મળ્યો હતો. એવી વેબસાઈટે અને ફિલ્મો બની છે જેમાં આવું બોલ્ડ કન્ટેન્ટ છે. જો હું બીજા શબ્દોમાં કહું તો આ સોફ્ટ પોર્ન હતી.

પરંતુ અમે આવી રીતના પરિવારોમાં મોટા થયા છે કે, જ્યા આજ સુધી અમે પોતાના માતા-પિતા સામે સ્ક્રીન પર કિસ અથવા લવ મેકિંગ સીન સુધી જોયા નથી. અમને વિચિત્ર લાગે છે અને ઉઠીને ચાલ્યા જાય છે.

પવિત્રાએ આગળ જણાવ્યું છે કે “મને અહેસાસ થયો કે, મારો પરિવાર મને ટેલિવિઝન પર જોવા માટે તૈયાર નથી અને જો તે મને બોલ્ડ કન્ટેન્ટ કરતા જોશે, તો તે ખૂબ જ દુઃખી થશે અને આ એક કારણ છે કે, જેના કારણે મને લાગે છે કે, હું પોતાની કારકિર્દીમાં આવું કરી શકી નહીં.

મને લાગે છે કે, આવી રીતના બોલ્ડ કન્ટેન્ટને કરવા માટે મારે ઘણી હિંમત કરવી પડશે અને મને જાણ છે કે, આ સંભવ જરૂર છે. ન્યૂડ દ્રશ્ય કરનાર લોકોને સલામ. વર્કફ્રન્ટની વાત કરીએ તો પવિત્રાએ ઘણા હિટ શોમાં કામ કર્યું છે. આ યાદીમાં યે હૈ મોહબ્બતે, સસુરાલ સીમર કા અને નાગિન 3 જેવી સિરિયલનો સમાવેશ થાય છે.

Scroll to Top