‘બિગ બોસ’ ની નવી સીઝનમાં સલમાન ખાન ફરી એકવખત તોતિંગ ફી વસૂલશે. ‘બિગ બોસ OTT’ નો અંત આવી ગયો છે અને હવે થોડા જ દિવસોમાં ‘બિગ બોસ 15’ શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે શોના હોસ્ટ સલમાન ખાનની ફીને લઈને ચર્ચાઓ થવા લાગી છે. મીડિયા રિપોર્ટ મુજબ, સલમાન ખાન ‘બિગ બોસ 15’ માટે 350 કરોડ રૂપિયાની ફી લેવાના છે.
‘બિગ બોસ’ના હોસ્ટ તરીકે સલમાન ખાન ચાહકોનો મનપસંદ ચહેરો રહેલો છે. આ વાત અભિનેતા પણ સારી રીતે જાણે છે. ‘બિગ બોસ OTT’ ને પણ સલમાન ખાન હોસ્ટ કરે તેવું ચાહકો ઈચ્છતાં હતા પરંતુ તે શક્ય બન્યું નહોતું. સલમાનના બદલે કરણ જોહેર ‘બિગ બોસ OTT’ હોસ્ટ કર્યું ત્યારે દર્શકો દ્વારા સોશિયલ મીડિયા પર નિરાશા વ્યક્ત કરવામાં આવી હતી.
જ્યારે છેલ્લા થોડા દિવસોથી ‘બિગ બોસ 15’નો પ્રોમો ઈન્ટરનેટ પર છવાયેલ છે. જ્યારે હવે ચર્ચા થવા લાગી છે કે, સલમાન ખાન ‘બિગ બોસ 15’ના માત્ર 14 એપિસોડ માટે 100-200 કરોડ નહીં પરંતુ 350 કરોડ રૂપિયા ફી લેવાના છે. તમને જણાવી દઈએ કે, ‘બિગ બોસ’ની ચોથી સીઝનથી જ સલમાન ખાન આ શો હોસ્ટ કરવાના છે. શોમાં ઘરના સભ્યો સાથે મજાક-મસ્તી, ભૂલો પર તેમને ઠપકો આપવો, પર્ફોર્મન્સના વખાણ કરવા સહિતની બાબતો સલમાન પોતાના જ અંદાજમાં કરતા હોય છે આ અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવે છે.
તેમ છતાં સલમાન ખાનની ફીનો આંકડો સાંભળીને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. લોકોના મનમાં એ જ પ્રશ્ન છે કે, સલમાન ખાન આટલી તગડી ફી લઈ રહ્યા છે તો શોનું બજેટ કેટલું હશે? તેમ છતાં આ આંકડો માત્ર સોશિયલ મીડિયા અને મીડિયામાં ચર્ચામાં આવેલ છે. જ્યારે શોના મેકર્સ કે સલમાન ખાન તરફથી ફી અંગે કોઈ પુષ્ટિ કરાઈ નથી.
જ્યારે ‘બિગ બોસ 15’ના મેકર્સે શો ક્યારથી શરૂ થવાનો છે તેની તારીખ અને સમય જાહેર કરી દેવામાં આવી છે. ‘બિગ બોસ 15’ 2 ઓક્ટોબરથી શરૂ થવાનો છે.