સગીરા સાથે ગેંગરેપ, સંપૂર્ણ બાબત જાણી તમારી આંખોમાં આવી જશે ક્રોધ, આરોપીઓ ઘડ્યો આ પ્લાન

બિહારના સમસ્તીપુર જિલ્લાના વિભૂતીપુર થાણા ક્ષેત્રમાં સગીરા સાથેના ગેંગરેપ કેસમાં પોલીસ દ્વારા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમ છતાં એક આરોપી હજુ પણ પોલીસની પહોંચથી બહાર રહેલ છે. પીડિતા પોતાના ફ્રેન્ડ મનીષ કુમાર સાથે રોસડાથી ફરીને મોડી રાતના પોતાના ઘરે આવી રહી હતી. ત્યારે તેઓ બંને સિંઘિયા પુલ પાસે પહોંચ્યા હતા ત્યારે 2 યુવકો દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા અને પોતાના અન્ય 2 મિત્રોને કોલ કરીને બોલાવી પણ લેવામાં આવ્યા હતા.

તેના પછી ચારેય વ્યક્તિ સાથે મળીને છોકરી અને તેના મિત્રને પકડી લેવામાં આવ્યા હતા અને સૂમસામ જગ્યાએ લઈ જઈને પીડિતા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યાર બાદ લલિત નામના આરોપી દ્વારા પપ્પૂ નામના આરોપી મિત્રના મોબાઈલમાં દુષ્કર્મનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. પીડિતા દ્વારા વિભૂતીપુર થાણામાં ન્યાયની માગણી કરવામાં આવી હતી અને પોલીસની વિશેષ ટીમ દ્વારા મનીષ કુમાર અને 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ સિવાય પોલીસ દ્વારા રેપનો વીડિયો ઉતારવામાં આવેલો તે ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે. જ્યારે કૈલાશ મહતો નામનો એક આરોપી હાલ ફરાર થયેલ છે તેના વિરૂદ્ધ પહેલાથી જ આર્મ્સ એક્ટનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ દ્વારા ગેંગરેપ કરવામાં આવેલ ગુનો કબુલી લેવામાં આવ્યો છે અને તેમાં સગીરાના મિત્ર પણ સામેલ છે. મનીષ સગીરા સાથે દુષ્કર્મ કરતો હોય તેનો જ વીડિયો ઉતાર્યો હતો. પોલીસ કમિશનર દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનારા પોલીસ પદાધિકારીઓને પુરસ્કૃત કરવાની ભલામણ કરવામાં આવી છે.

Scroll to Top