બિહારમાં જનતાના પૈસાનું પાણી: એક અઠવાડીયામાં ત્રીજો પુલ ધડામ દઈને પડ્યો, કરોડોનું નુકસાન

મોતિહારી: બિહારમાં ધડાધડ પુલ પડી રહ્યા છે. પૂલો પડવાનો ક્રમ સતત રોકાવાનું નામ નથી લેતો. વરસાદની સીઝન શરુ થાય તે પહેલા જ એક અઠવાડીયામાં અહીં પુલ પડવાની સતત ત્રીજી ઘટના સામે આવી છે. અગાઉ અરરિયા અને સિવાનમાં પણ પુલ પડી ચુક્યા છે. હવે મોતિહારીમાંથી એક નિર્માણાધીન પુલ પડવાની ખબર આવી રહી છે. આ લગભગ દોઢ કરોડના ખર્ચે પુલ તૈયાર થઈ રહ્યો હતો.

 

બિહારના પૂર્વી ચંપારણના મોતિહારીના ધોડાસહન બ્લોકમાં પુલ પડવાની ઘટના સામે આવી છે. અહીં ઘોડાસહન પ્રખંડના અમવાથી ચૈનપુર સ્ટેશન જતાં રોડ પર પુલ બની રહ્યો હતો. કહેવાય છે કે, આ પુલની લંબાઈ લગભગ 40 ફુટ હતી અને તેને લગભગ 1.50 કરોડના ખર્ચે બનાવામાં આવી રહ્યો હતો. પુલનું કામ લગભગ થઈ ગયું હતું. કહેવાય છેકે, પુલ બનાવવાનું કામ કાલે જ પુરુ થયું છે. ત્યાર બાદ રાતના સમયે અચાનક પુલ પડી ગયો. સવારે જ્યારે ગામ લોકોની નજર પડી તો, આ ખબર આગની માફક ફેલાઈ ગઈ. તેને લઈને ગામલોકોનું કહેવું છે કે, વાહિયાત રીતે પુલ બનાવામાં આવી રહ્યો છે. જેના કારણે આ પુલ પડી ગયો છે.

અહીં ઉલ્લેખનિય છે કે, બિહારના સીવાનમાં પણ શનિવારે પુલ પડવાની ઘટના સામે આવી હતી. અહીં મહારાજગંજ-દરોંદા વિધાનસભાની બોર્ડરને જોડતો પુલ પણ પડી ગયો હતો. લોકોનું કહેવું છે કે, તોફાન કે વંટોળ અને વરસાદ વિના પુલ ધડામ દઈને પડ્યોછે. આ પુલ પટેઢી-ગરૌલીને જોડતી નહેર પર બનાવ્યો હતો. તેના માટે મંગળવારે અરરિયામાં લગભગ 180 મીટર લાંબો એક પુલ પડી ગયો. આ પુલ અરરિયાના સિકટીમાં બકરા નદી પર બન્યો હતો, જે ઉદ્ધાટન પહેલા જ પડી ગયો, આ પુલ 12 કરોડના ખર્ચે બનાવામાં આવી રહ્યો હતો.

Scroll to Top