BiharCrime

વિચિત્ર ઘટના: પત્ની સાથે ઝઘડો થતા નાશમાં ધૂત આર્મી જવાને ચલાવી ગોળી, પત્ની સાથે અન્ય બે મહિલાઑ ને. . .

બિહારના બેતિયાથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. બેતિયામાં આર્મીના એક જવાન દ્વારા પોતાની પત્ની સહિત ત્રણ મહિલાઓને ગોળી મારી હોવાની ઘટના સામે આવી છે. ગોળી તેની પત્ની સિવાય પડોશની એક મહિલા અને 15 વર્ષની એક કિશોરીને પણ વાગી ગઈ છે જ્યારે તેમને સારવાર માટે જેએમસીએચમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના મુફસ્સિલ પોલીસ સ્ટેશનની હદના બરવત ગામથી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નશામાં ધૂત જવાન દ્વારા પોતાની પત્ની અનિતા સાથે મારપીટ કરી હતા. ત્યારબાદ તે ભાગીને ઘરેથી ચાલી ગઈ અને ગામની મહિલાઓની વચ્ચે જઈને તે છુપાઈ ગઈ હતી. જેના કારણે ગુસ્સામાં આવેલ આર્મી જવાને ઘરની અંદરથી પોતાની લાઇસન્સવાળી બે નળીની બંદૂક નીકાળી અને મહિલાઓને ગોળી મારી દીધી હતી.

ફાયરિંગની આ ઘટનામાં ગામની મહિલાઓની સાથે-સાથે તેની પત્નીને પણ ગોળી વાગી હતી. આ ફાયરિંગમાં સિવાય ગામની એક મહિલા પાલમતી દેવીને પણ ગોળી વાગી ગઈ હતી. બીજી તરફ ગામની એક કિશોરી કાજલ પર પણ ગોળી વાગવાથી તે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી.

જ્યારે આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, આર્મી જવાનની પત્ની અને ગામની મહિલાને એક-એક ગોળી વાગી હતી જ્યારે કાજલને બંને પગમાં ગોળી વાગી હોવાની જાણકારી સામે આવી છે. તેની સાથે ઘટનાની જાણ થતાં જ ગામમાં પહોંચેલા મુફસ્સિલ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આરોપી જવાનની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જ્યારે આરોપી જવાન નરેશ સાહની પત્નીએ કહ્યું છે કે, તેનો પતિ વારંવાર તેની સાથે મારપીટ કરતો રહે છે અને રવિવારના પણ દારૂના નશામાં ધૂત થઈને તેની સાથે તે મારપીટ કરવા લાગ્યો હતો. ત્યારબાદ આ ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી જવાન નરેશ સાહ દિલ્હીની પોસ્ટ પર રહેલા છે અને રજાઓમાં તે ઘરે આવ્યા હતા. પોલીસ જવાનની ધરપકડ કરવાની સાથે તેની લાઇસન્સવાળી બંદૂકને પણ જપ્ત કરી લેવામાં આવી છે.

એસપી દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઘટનાની જાણકારી થતા જ પોલીસ બરવત ગામે પહોંચી ગઈ અને આરોપી જવાનની ધરપકડ કરી લીધી અને તેની લાઇસન્સ વાળી બંદૂકને પણ જપ્ત કરી લેવાઈ છે. જવાનને મેડિકલ તપાસ માટે મોકલી દેવાયો હતો તેમાં દારૂ પીવાની જાણકારી સામે હતી. પોલીસ દ્વારા આરોપી જવાનને જેલમાં મોકલી દેવાયો છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker