પ્રેગનેન્ટ બિલાડીનો જીવ બચાવી 2 હિન્દુસ્તાનીઓ માનવતાની મિસાલ પ્રસ્તુત કરી, ખુશ થયેલા પીએમ એ આપ્યું આવડું મોટું ઈનામ

જ્યાં પણ ભારતીયો હોય છે ત્યાં માનવતા જરૂર જોવા મળી જાય છે. આ કારણોસર, સમગ્ર વિશ્વમાં આપણી એક અલગ જ ઓળખાણ છે. ભલે તે ટેલેન્ટ હોય કે દિલ દરેક જગ્યાએ આપણે દુનિયા સમક્ષ ઉભા હોય છીએ. આનું ઉદાહરણ દુબઈમાં જોવા મળ્યું છે.

આ વીડિયો દુબઈનો છે. અહીં ચાર લોકોએ માનવતાની મિસાલ પ્રસ્તુત કરી છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બિલ્ડીંગ પર બિલાડી લટકી રહી છે, બિલાડીને જોયા બાદ એવું લાગે છે કે, તે ગમે ત્યારે પડી શકે છે. આવી સ્થિતિમાં ચાર લોકો યોગ્ય સમયે પહોંચ્યા અને પડતી બિલાડીને બચાવી લીધી હતી. ત્યાર બાદ જાણવા મળ્યું કે, બિલાડી ગર્ભવતી હતી. આ બિલાડીનું નામ Deira છે.

તમારી જાણકારી માટે, તમને જણાવી દઈએ કે, ચાર લોકોમાં 2 ભારતીય પણ હતા. આ માનવતાનો એક એવો વિડીયો છે જેને જોયા બાદ તમે ગર્વથી કહેશો કે, ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. અમે કંઈ બોલીએ તે પહેલા તમે આ વિડીયો જોઈ લો.

જોત-જોતામાં આ વિડીયો વાયરલ થવા લાગ્યો હતો. આ વાયરલ વિડીયોને પ્રધાનમંત્રી અને દુબઈના શાશક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે. વિડીયો શેર કરતા તેમને શાનદાર કેપ્શનમાં પણ લખ્યું છે કે આ બધાને તેમના ઉમદા કાર્ય માટે દુબઈના પેએમે ઇનામ તારીએક એઈડી ૫૦,૦૦૦ (૧૦ લાખ રૂપિયા) આપ્યા છે.

Scroll to Top