રાજ્યમાં અવારનવાર આત્મહત્યા કરવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે એવી જ એક ઘટના સામે આવી છે. જેને જાણીને તમે હેરાન થઈ જશો. મહેમદાવાદની 25 વર્ષની પરણીતા દ્વારા ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેવામાં આવી છે.
આત્મહત્યા કરવાની સાથે પરણીતાએ અંગ્રેજીમાં સ્યુસાઈડ નોટ પણ લખી હોવાનું સામે આવ્યું છે. જેમાં પરણીતા દ્વારા આત્મહત્યા માટે સાસુ સસરા અને પતિને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. ઉમરેઠની યુવતીના લગ્ન દોઢ વર્ષ અગાઉ મહેમદાવાદાના બિલ્ડર સાથે થયા હતા. તેમ છતાં દોઢ વર્ષમાં જ તેનુ લગ્નજીવન આત્મહત્યા સુધી પહોંચી ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેમદાવાદની રાધે ક્રિષ્ન સોસાયટીમાં આ ઘટના ઘટી હતી. ઉમરેઠની ભાટવાડામાં રહેનારી જલ્પા હિંગુના લગ્ન દોઢ વર્ષ અગાઉ મહેમદાવાદના બિલ્ડર સાથે થયા હતા. તેમ છતાં લગ્નના દોઢ વર્ષ બાદ જલ્પાએ આત્મહત્યા કરી લેતા હાહાકાર સર્જાયો છે.
જલ્પા હિંગુએ આત્મહત્યા કરતા પહેલા એક સ્યૂસાઈડ નોટ પણ લખી હતી. પોલીસની ટીમ દ્વારા આ સ્યૂસાઈડ નોટ જપ્ત કરી લેવામાં આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે જલ્પા હીગુના પિયરના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સાસરિયાઓના લોકોએ જ જલ્પાની હત્યા કરી છે. કેમકે પોસ્ટમોર્ટમ દરમિયાન જલ્પા હીંગના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા છે.
આ સિવાય જલ્પાએ પણ સ્યૂસાઈડ નોટમાં જણાવ્યું છે કે, મારા સાસુ-સસરા મારા મા-બાપ ન થઈ શક્યા, મારો પતિ પણ મારો ન થયો. જેથી મેં આત્મહત્યા કરવાનું પગલું ભર્યું છે.