વલસાડ: બાયો ડિઝલના કાળા કારોબારનું કાંડ ઝડપાયું, આ રીતે ચાલતો હતો બાયોડિઝલનો કાળો કારોબાર

  • વલસાડમાં વધી રહેલા ડીઝલના ભાવ ડીઝલ માફિયાઓ માટે સોનેરી તક લઈને આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.

દેશમાં કૂદકેને ભૂસકે વધી રહેલા ક્રૂડ ઓઇલના ભાવના કારણે ડીઝલ અને પેટ્રોલના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં વધી રહેલા ડીઝલના ભાવ ડીઝલ માફિયાઓ માટે સોનેરી તક લઈને આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે નેશનલ હાઇવે પર ધમધમતા લાખો રૂપિયાના ગેરકાયદેસર બાયોડીઝલ વેચવાનું એક કૌભાંડ વલસાડ ડુંગરી પોલીસે ઝડપી પાડ્યું છે. ત્યારે કઈ રીતે અને ક્યાં ચાલતો હતું. આ બાયોડિઝલનો કાળો કારોબાર.

વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ચાલતા વધુ એક ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. આ વખતે વલસાડ જિલ્લાની ડુંગરી પોલીસે વલસાડ નજીક અમદાવાદ-મુંબઇ નેશનલ હાઈવે પર બાલાજી કંપનીની બાજુમાં આવેલા કૃપા માર્કેટિંગ નામની એજન્સીના ગોડાઉનમાંથી લાખો રૂપિયાના શંકાસ્પદ કેમિકલ અને અન્ય મુદ્દામાલ મળી અંદાજે 22 લાખથી વધુના કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

નેશનલ હાઇવે પર સંકર તળાવની બાજુમાં આવેલી બાલાજી વેફર્સ કંપનીની નજીક ચાલતા કૃપા માર્કેટિંગના ગોડાઉનમાં છેલ્લા કેટલાક સમયથી આ ગોરખધંધો ચાલી રહ્યો હતો. જેમાં ટેક્રરો દ્વારા આ જગ્યા પર શંકાસ્પદ જ્વલનશીલ કેમિકલ અન્ય વાહનોમાંથી કાઢી અને સ્ટોર અને સપ્લાય કરવામાં આવતો હતો. અહીંયાથી બારોબાર અન્ય વાહનોમાં પધરાવવામાં આવી રહ્યો હતો.

જેની જાણ વલસાડ જિલ્લાની ડુંગરી પોલીસને થતાં પૂરી તૈયારી સાથે ડુંગરી પોલીસે કૃપા માર્કેટિંગના ગોડાઉનમાં રેડ કરી હતી. પોલીસની આ કાર્યવાહી દરમિયાન કૃપા માર્કેટના ગોડાઉનમાંથી અંદાજે રૂપિયા નવ લાખથી વધુની કિંમતના 20 હજાર 800 લીટર શંકાસ્પદ કેમિકલનો જÚથો મળી આવ્યો હતો. આ સાથે જ એક કન્ટેનર અને ટેક્રર સહિત અને આ શંકાસ્પદ કેમિકલને કાઢવા અને ભરવા માટે વપરાતા પંપની મોટર સહિતની અન્ય સામગ્રી મળી અંદાજે 22 લાખ રૂપિયાથી બધુંની કિંમતના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.

ડુંગરી પોલીસના હાથે સ્થળ પરથી ઝડપાયેલા આરોપીઓમાં વલસાડના ડુંગરીમાં રહેતા. ધર્મેશ પટેલ અને એક મૂળ યુપીના દારાસિંગ યાદવ નામના વ્યક્તિની પોલીસે મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આ ઉપરાંત આ કૌભાંડમાં સૂત્રધાર એવા વડોદરાના મહેશ પટેલ અને ભગવતી જૈન નામના આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલી પદાર્થ બાયોડીઝલ કે અન્ય ઇંધણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે પોલીસે આ કયું કેમિકલ અને પદાર્થ છે? તે જાણવા એફ.એસ.એલ.ની મદદ લઈને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જાણીતી બાલાજી કંપની સાથે સંકળાયેલા ટેક્રર ચાલકો આ બાયોડીઝલ પોતાની ટ્રકમાં વપરાતા હોવાનો પણ ખુલાસો થયો છે. પેટ્રોલ પમ્પ પર વેંચતા ડીઝલની સરખામણીએ આ કેમિકલ મિશ્રિત બાયોડીઝલ સસ્તું હોવાથી ટ્રક અને ટેમ્પા ચાલકો આ ગેરકાયદેસર વેપલા સાથે જોડાયા હોવાનું બહાર આવ્યું છે.

મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી વલસાડ નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અત્યાર સુધી અનેક ગોરખધંધા બહાર આવી ચૂક્યા છે. હાઇવે પરથી કેમિકલ ચોરી, પાર્ક કરેલી ટ્રકોમાંથી સામાનની ચોરી સહિતના અનેક ગોરખધંધાનો પર્દાફાશ થઇ ચૂક્યો છે. ત્યારે વધુ એક વખત વલસાડ જિલ્લાની ડુંગરી પોલીસે સપાટો બોલાવી અને વલસાડ નજીક ચાલતા ગેરકાયદેસર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીના ચોરીના મસમોટા રેકેટનો પણ પર્દાફાશ કર્યો છે.

બાયો ડિઝલનો જÚથો અહીંયા કોણ અને કેવી રીતે પહોંચાડતું હતું? સાથે જ બાયોડીઝલને અહિથી કઈ જગ્યાએ સપ્લાય કરવામાં આવતું હતું? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે હવે વલસાડ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ બાયોડીઝલ સ્કેમમાં હાલ ઝડપાયેલ આરોપી તો માત્ર પ્યાદું છે, ત્યારે આ કાળા કારોબારના મુખ્ય આકાઓ વડોદરાના મહેશ પટેલ અને ભગવતી જૈન ઝડપાય તે ખુબ જરૂરી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top