Bollywood

બોલ્ડનેસની દરેક હદ પાર કરનારી 43 વર્ષની અભિનેત્રીના ઘરે બંધાશે પારણું

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ક્યૂટ કપલમાંથી એક બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કપલે હવે ફેમિલી પ્લાનિંગ કર્યું છે. બિપાસા બાસુ અને કરણ સિંહ ગ્રોવર આગામી દિવસોમાં તેમના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. કપલ વિશેના આ સમાચારે ઈન્ટરનેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.

એકસૂત્ર અનુસાર, બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે માતા-પિતા બનવાની યોજના બનાવી છે. આ કપલ આગામી દિવસોમાં તેમના ચાહકો વચ્ચે સત્તાવાર જાહેરાત કરશે. બિપાશા અને કરણે થોડા સમય પહેલા જ તેમની 6ઠ્ઠી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. બંનેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એકબીજા માટે ક્યૂટ નોટ્સ પણ શેર કરી હતી.


બિપાશાબાસુ અને કરણ સિંહ ગ્રોવરના લગ્ન 2016ના એપ્રિલ મહિનામાં થયા હતા. આ કપલના લગ્નને 6 વર્ષ પૂર્ણ થયા છે. ચાહકો પણ ઘણા સમયથી આ ખુશખબરની રાહ જોઈ રહ્યા હતા. દંપતીના મોઢેથી આ સમાચાર સાંભળવા માટે બધા બેતાબ છે.બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર 2015માં ફિલ્મ અલોનના સેટ પર મળ્યા હતા.

આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેની નિકટતા વધી ગઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન ભૂષણ પટેલે કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ બતાવી શકી નથી.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરણ સિંહ ગ્રોવર છેલ્લે ‘કુબૂલ હૈ 2.ઓ’માં જોવા મળ્યો હતો. આ સીરિઝમાં કરણની સાથે સુરભી જ્યોતિ જોવા મળી હતી. બીજી તરફ બિપાશા બાસુ છેલ્લે ક્રાઈમ-થ્રિલર આધારિત ફિલ્મ ‘ડેન્જરસ’માં જોવા મળી હતી. ચાહકો ઘણા સમયથી આ કપલની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રીને મિસ કરી રહ્યા છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker