બર્થડે પાર્ટીનું પ્લાનિંગ ચાર મિત્રોને પડ્યું ભારે, કુટુંબના લોકો થઈ ગયા હેરાન

આપણે ઉત્સવો અને ફેમિલી મસ્તી ઘણી રીતે માનતા હોયૅ છીએ અને જયારે બર્થડેની વાત આવે ત્યારે આપણે ઘણું આયોજન કરતા હોઈએ છીએ અને તેમાં પણ જો ફ્રેન્ડ સર્કલમાં છોકરાઓની બર્થડે પાર્ટી હોય તો તેની વાત જ અલગ હોય છે, અને તેમાં બધા મિત્રો થઈને ઘણી મસ્તી અને આનંદ કરતા હોઈએ છીએ, અને ઘણી વાર બહાર ફરવા જવાનું પણ પ્લાનિંગ કરતા હોઈએ છીએ. ઘણા લોકો જન્મ દિવસની ઉજવણી કરતા સમયે ભાન ભૂલતા હોય છે અને મોટી આફતનો શિકાર પણ બનતા હોય છે. ત્યારે આજે પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેને જાણીને તમે પણ તમારા બાળકોને આવું પગલું ભરાતા સાવચેત કરશો.

જો કે આ ઘટના ગાંધીનગરમાં બની છે, જે ગાંધીનગર પાસે રાયપુર નર્મદા કેનાલ આગળથી આવી છે. જેમાં ચાર યુવાનો બર્થડે પાર્ટી કરવા તેમનું અચાનક મૃત્યુ થયું હતું. જો કે ચાર યુવાનો બર્થડે પાર્ટી મનાવવા જઈ રહ્યા હતા પરંતુ રસ્તામાં કેનાલ આવતા તેમને તેમાં ન્હાવાનું આયોજન કર્યું અને તો ચારે આ કેનાલમાં ન્હાવા માટે ઉતર્યા, જે જન્મ દિવસની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા અને કેનાલમાં નહાવા જતા આ ચારે યુવાનો ડૂબી જતા તેમનું કમકમાટી ભર્યું મોત થયું છે.

જો કે આ ઘટનાની જાણ સ્થાનિક રાહદારીઓને થતા તેમને પોલીસને જાણ કરી હતી અને સાથે સાથે આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને તરવૈયાઓની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ ચારેય યુવાનોની કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી. જેમની લાશ કેનાલમાંઠીઓ મળી આવતા આ ચારેની ઓળખ કરવામાં આવી છે જે ચાર યુવાનોમાં અમદાવાદના કૃષ્ણનગર વિસ્તરમાં રહેતો એક 21 વર્ષીય યુવાન પણ સવારથી ગુમ હોવાના કારણે તેના પિતા પણ કેનાલ પાસે દોડી આવ્યા હતા.

જો કે આ ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકોને પણ થતા ઘટનાસ્થળ પર ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જો કે આ ઘટના થયાના ત્રણ કલાક બાદ તરવૈયાઓ અને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા નર્મદા કેનાલમાં ઉતરીને શોધખોળ હાથ ધરી હતી. માહિતી અનુસાર દહેગામ નરોડા હાઈવે પર આવેલી રાયપુરથી વીરા તલાવડી જવાના માર્ગ પર આવેલા બ્રિજ પાસે નર્મદા કેનાલમાં આ ઘટના બની હતી, આ ઘટના બપોરના સમયે બની હોવાનું જાણવવામાં આવી રહ્યું છે.

આ ચારે યુવાનો બર્થડે પાર્ટીમાં જવા માટે તેમના પોત પોતાના બાઇક અને એક્ટિવા લઈને નીકળ્યા હતા અને આ પર કેનાલ પાસે આવ્યા હતા. ત્યારે આ ઘટનામાં 24 વર્ષીય નિકુંજ અનિલભાઈ સગર, 21 વર્ષીય સાહિલ અરવિંદભાઈ પટેલ, 20 વર્ષીય જયદીપ સબવાણિયા અને 19 વર્ષીય સ્મિત રાકેશભાઈ પટેલનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અને આ ચાર યુવાનોમાંથી એક યુવાનનો આજે જન્મ દિવસ હતો તેનું પણ તેના જન્મ દિવસે જ મોત થયું છે.

જો કે ઘટનાની જાણ કરવામાં આવેલ અનુસાર આ ચારેય યુવાનો કેનાલ પાસે તેમના મોબાઈલમાં જન્મદિવસની સેલ્ફી લઈ રહ્યા હતા. આ દરમિયાન જ એક યુવાનનો પગ લપસી જતાં તે કેનાલમાં પડી ગયો હતો. ત્યારબાદ તેને બચાવવા માટે એક બાદ એક કરીને ત્રણે યુવાનો તેને બચાવવા કેનાલમાં કૂદી ગયા હતા અને તેને બચાવતા બચાવતા તેઓ પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જાણવવામાં આવી રહ્યું છે કે આમાંથી એક બે યુવાનોની લાશની શોધખોળ ચાલી રહી છે, પરંતુ હજી સુધી કોઈ જાણ થઇ નથી. ત્યારે આ ઘટના\ની જાણ પરિવારને થતા સમગ્ર પરિવાર શોકમાં છે.

Scroll to Top