બિટકોઇનના નામે રોકાણ કરવાના બહાને છેતરપિંડી કરનાર ગેંગસ્ટરની દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીની ઓળખ બેગમપુરના રહેવાસી લલિત વર્મા તરીકે થઈ છે. આરોપ છે કે લલિતે તેની ગેંગ સાથે મળીને દિલ્હી, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં કરોડોની છેતરપિંડી કરી હતી.
હાલમાં લલિત અને તેની ગેંગ પર 3.50 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. કોર્ટે ગુજરાતના પાલપુરમાં લલિત વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસ લલિત વર્માના બાકીના સાથીઓની શોધ કરી રહી છે.
ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ કમિશનર આલોક કુમારે જણાવ્યું કે ટીમને છેતરપિંડીના આરોપી લલિત વર્મા વિશે માહિતી મળી હતી, જે દિલ્હીમાં છુપાયો હતો. તપાસ બાદ પોલીસે લલિતની ભલસ્વા ડેરી વિસ્તારની જૈન કોલોનીમાંથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન લલિતે જણાવ્યું હતું કે તેણે બિટકોઇનના નામે રોકાણ કરવાનો ઢોગ કરીને છેતરપિંડી કરી હતી.
10 માં પાસ લલિતે વર્ષ 2008 માં મજલિસ પાર્ક વિસ્તારમાં પ્રોપર્ટી ડીલરની ઓફિસ ખોલી હતી. આ દરમિયાન તેને મુલાકાત મો.આસિફ નામના વ્યક્તિ સાથે થઇ. બાદમાં લલિતે દેવેન્દ્ર ગુલિયા સાથે મળીને 2015 માં ઝજ્જરમાં કંપની ખોલી. ત્યાંથી આ લોકોએ લગભગ 1.50 કરોડની છેતરપિંડી કરી અને રફૂચક્કર થઇ ગયા. તેમની વિરુદ્ધ હરિયાણાના જીંદમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
આ દરમિયાન વર્ષ 2017 માં લલિત નું મુલાકાત મિર્ઝા અબરાર બેગ અને તેના સંબંધી અક્કુ અબરાર બેગ સાથે થઇ. આ લોકોએ મળીને રોહિણીમાં એક કંપની ખોલી. કંપનીએ ગુજરાતના પાલનપુરમાં માર્કેટિંગનું કામ શરૂ કર્યું. ત્યાં તેમની સાથે જીતેન્દ્ર પટેલ પણ રહ્યા હતા. આ લોકોએ બિટકોઇનના નામે રોકાણ કરવાની લાલચ આપી હતી. બદલામાં રોકડ અને સોનાનું આપવાનું વચન આપ્યું હતું. ત્યાંથી લગભગ બે કરોડની છેતરપિંડી કરીને આરોપીઓ ભાગી ગયા હતા.
આરોપીઓએ જયપુરના ઉદ્યોગપતિ કેકે શર્માને 17 લાખની છેતરપિંડી કરી હતી. 2018 માં દિલ્હીના આદર્શ નગર ખાતે દુષ્કર્મના કેસમાં લલિતની ધરપકડ પણ કરવામાં આવી હતી. જેલમાંથી આવ્યા પછી, તેણે ભાઈઓ પાસેથી તેનો હિસ્સો માંગ્યો તો બંને ફરી ગયા. લલિતને તેને ગેંગના લોકોએ જ છેતર્યો હતો. હવે પોલીસ ગેંગના બાકીના આરોપીઓને શોધી રહી છે.