IndiaNewsPolitics

રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને હવે ઝારખંડ પણ BJP ના હાથમાંથી સરકી ગયું, મોદી-શાહ માટે આ છે મોટો પડકાર

ઝારખંડ ચૂંટણી ની મતગણતરી સોમવારે જેમ-જેમ પોતાના અંતિમ ચરણમાં પહોંચી રહી હતી, ભારતીય જનતા પાર્ટી (BJP) ના હાથથી વધુ એક મહત્વપૂર્ણ રાજ્ય સરકતું જઈ રહ્યું હતું. ઝારખંડ (Jharkhand) માં હારની સાથે જ બીજેપીના હાથમાંથી એક વર્ષમાં પાંચમું રાજ્ય જતું રહ્યું છે.

આ એક વર્ષની અંદર બીજેપીને મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્રની સત્તા પણ ગુમાવવી પડી છે. આંકડાઓ મુજબ બીજેપીએ ગત એક વર્ષમાં એક પણ મોટા રાજ્યમાં જીત નોંધાવી નથી.

ઝારખંડમાં 2014માં પહેલીવાર બીજેપીએ 37 સીટો જીતીને સરકાર બનાવી હતી. સહયોગી આજસૂની સાથે તેમની પાસે સરળતાથી બહુમતનો જાદુઈ આંકડો આવી ગયો હોત. હવે ચૂંટણી હાર્યા બાદ મુખ્યમંત્રી રઘુવર દાસે રાજીનામું આપતાં હારનું ઠીકરું પોતાના માથે જ ફોડી દીધું છે. તેઓએ કહ્યું છે કે આ પાર્ટીની હાર નથી, મારી હાર છે.

રાજસ્થાન

વર્ષ 2013માં ભારતીય જનતા પાર્ટીએ આ રાજ્યમાં પ્રચંડ જીત નોંધાવી હતી. વસુંધરા રાજેની આગેવાનીમાં પાર્ટીએ 173 સીટો જીતીને રેકોર્ડ સર્જી દીધો હતો. આ રાજ્યમાં પાર્ટીનું ઐતિહાસિક પ્રદર્શન હતું. પરંતુ 2019 ડિસેમ્બરમાં જ્યારે રાજસ્થાનની ચૂંટણી થઈ તો બીજેપીએ રાજ્યની સત્તા ગુમાવી દીધી. રાજકીય જાણકારો મુજબ રાજ્યમાં બીજેપીની હારની પાછળ વસુંધરા સરકારનું અક્કડપણું હતું. વસુંધરા બાદ અશોક ગહલોત રાજ્યના મુખ્યમંત્રી બન્યા.

મધ્ય પ્રદેશમધ્ય પ્રદેશ રાજ્ય બીજેપીનું ગઢ માનવામાં આવતું હતું. રાજ્યમાં લગભગ 13 વર્ષ સુધી મુખ્યમંત્રી રહેવા દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણની પણ ઓળખ એક સૌમ્ય નેતા તરીકે વિકસિત કરી. અને કદાચ એ જ કારણ છે કે 15 વર્ષના શાસન છતાંય બીજેપીને સત્તાથી હટાવવામાં કૉંગ્રેસને બહુ મહેનત કરવી પડી. મતગણતરીની અંતિમ ક્ષણો સુધી એ જાણવું મુશ્કેલ લાગી રહ્યું હતું કે રાજ્યમાં સરકાર કોણ બનાવશે. અંતમાં રાજ્યમાં કૉંગ્રેસની સરકાર બની અને કમલનાથ મુખ્યમંત્રી બન્યા.

છત્તીસગઢ

છત્તીસગઢના ચૂંટણી પરિણામો હાલના વર્ષોની સૌથી મોટા ઉલટફેર તરીકે માનવામાં આવે છે. મતગણતરી પહેલા આવેલા મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં જણાવવામાં આવ્યું હતું કે બીજેપી સત્તામાં ફરી એકવાર આવી રહી છે. પાર્ટીની પાસે મુખ્યમંત્રી રમન સિંહ તરીકે એક સૌમ્ય ચહેરો હતો અને તમામને વિશ્વાસ હતો કે તેઓ ફરી એકવાર મુખ્યમંત્રી બનશે. પરંતુ ચૂંટણી પરિણામોમાં 90 સભ્યોની વિધાનસભામાં બીજેપીને માત્ર 18 સીટોથી સંતોષ માનવો પડ્યો. કૉંગ્રેસ પાર્ટીએ પ્રચંડ જીત મેળવી. સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવનારા નેતા ભૂપેશ બધેલ રાજ્યના મુખ્યમંત્રી બન્યા.

મહારાષ્ટ્ર

હાલમાં સંપન્ન થયેલી મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં ભલે બીજેપીના હાથમાંથી સરકાર સરકી ગઈ પરંતુ શિવસેનાની સાથે થયેલા ચૂંટણી પહેલાના ગઠબંધનમાં તેમને બહુમત મળ્યું હતું. પરંતુ ચૂંટણી બાદ શિવસેના મુખ્યમંત્રી પદની માંગને લઈ અડગ રહ્યું અને બીજેપી તરફથી તેના માટે શિવસેનાની માંગ નકારી દેવામાં આવી હતી. બીજી તરફ એનસીપી, કૉંગ્રેસે શિવસેનાને મુખ્યમંત્રી પદ આપી દીધું એન આ રીતે વધુ એક મહત્વપૂર્ણ રાજ્ય બીજેપીના હાથમાંથી સરકી ગયું.

દિલ્હી અને બિહારમાં અગ્નિપરીક્ષા

હવે બીજેપીની સોમ વધુ બે મહત્વપૂર્ણ રાજ્યોમાં ચૂંટણીની અગ્નિપરીક્ષા છે. પહેલા દિલ્હી અને પછી બિહાર. દિલ્હીમાં 2015 આમ આદમી પાર્ટીએ વિપક્ષનો જાણે કે સફાયો જ કરી દીધો હતો. 70 સભ્યોની વિધાનસભામાં આપે 67 સીટો જીતીને બંને રાષ્ટ્રીય પાર્ટીઓ (બીજેપી-કૉંગ્રેસ) માટે કોઈ સ્થાન છોડ્યું નહોતું.

કૉંગ્રેસ તો ખાતું પણ ખોલાવું શક્યું નહોતું. અરવિંદ કેજરીવાલ લોકપ્રિય મુખ્યમંત્રી તરીકેની છાપ ઊભી કરવાના પ્રયાસમાં રહ્યા. તેમની સામે બીજેપી કઈ સ્ટ્રેટેજીની સાથે આવે છે તે જોવું રસપ્રદ રહેશે. બિહારમાં ચૂંટણી ગણિત ગઈ વખતથી બિલકુલ ઉલટું થઈ ચૂક્યું છે. ગઈ ચૂંટણીમાં બીજેપીને હરાવવા માટે બે જૂના વિરોધી આરજેડી અને જેડીયૂ એક થઈ ગયા હતા.

આ ગઠબંધને બીજેપીને મોટી પછડાટ આપી હીત. પરંતુ બાદમાં નીતીશ કુમાર બીજેપીની સાથે આવી ગયા અને આ વખતે ચૂંટણી તેમના જ નેતૃત્વમાં લડવામાં આવશે. એવામાં સહયોગી પાર્ટી જેડીયૂની સાથે તાલમેલ બેસાડીને રાજ્યની સત્તામાં કાયમ રહેવું બીજેપીની પ્રાથમિકતામાં હશે. જોકે છેલ્લા કેટલાક સમયમાં પાર્ટીના સંબંધ સહયોગી પાર્ટીઓ સાથે આકરા રહ્યા છે. મહારાષ્ટ્રમાં શિવસેના તેનું તાજું ઉદાહરણ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker