ગુજરાતની વિધાનસભા ચૂંટણીની મોટાભાગની બેઠકોના પરિણામો ગુરુવારે જાહેર કરવામાં આવ્યા હતા. જ્યાં 182 વિધાનસભા બેઠકોમાંથી ભાજપ 156 બેઠકો જીતવામાં સફળ રહી છે. બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)નું પ્રદર્શન ઘણું નબળું રહ્યું હતું. કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી હતી. જ્યારે આમ આદમી પાર્ટી માત્ર પાંચ સીટો જીતી શકી હતી. જોકે આ દરમિયાન દલિત નેતા કોંગ્રેસથી વડગામ વિધાનસભા ઉમેદવાર જીગ્નેશ મેવાણી ખુબ જ ઓછા માર્જિનથી પોતાની જીત નોંધાવી શક્યા છે. પરંતું તેમણે પોતાનો ગઢ તૂટવા દીધો નથી.
વડગામ વિધાનસભા સીટ પરથી ભાજપના મણિભાઈ જેઠાભાઈ વાઘેલા આગળ ચાલી રહ્યા હતા. જ્યારે કોંગ્રેસમાંથી દલિત નેતા જિગ્નેશ મેવાણી બીજા નંબર હતા, જેઓ 33081 વોટથી આગળ ચાલી રહ્યા હતા. જેમને 45.13 ટકા વોટ મળ્યા હતા, જ્યારે ભાજપના મણિભાઈ વાઘેલાને અહીં 46.61 ટકા વોટ મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી દલપત ભાઈ 2596 વોટ મળ્યા હતા. જ્યરે નોટામાં 994 વોટ પડ્યા છે. આપને જણાવી દઈએ કે, આ સીટ એસસી માટે અનામત સીટ છે.
જોકે કાંટાની ટક્કર થયા બાદ ગુજરાત વિધાનસભાની વડગામ બેઠક પરથી જિગ્નેશ મેવાણીનો વિજયી થયો છે. ત્યારે મેવાણીએ ભાજપના તમામ સમીકરણો પર પાણી ફેરવી નાંખ્યું છે. ગત 2017માં અપક્ષ તરીકે ચૂંટણી લડનારા જિગ્નેશ મેવાણી જીત્યા હતા અને આ વખતે તેઓ કોંગ્રેસમાંથી ઊભા રહ્યા હતા અને ફરી એકવાર જીતી ગયા છે. તેમના મતવિસ્તારમાં જિગ્નેશની લોકપ્રિયતાએ ભાજપ અને આપને પાછળ પાડી દીધાં છે.
2017માં અપક્ષ જીત્યા હતા
અનેક આંદોલનમાં તેઓ મુખ્ય ચહેરો બન્યા હતા અને લોકોમાં લોકપ્રિય બન્યા હતા. આ વખતે કોંગ્રેસે તેમને ટિકિટ આપી હતી તો ભાજપે મણિલાલ વાઘેલાને ટિકિટ આપી હતી. ઉલ્લેખનીય છે કે, મણિલાલ પહેલાં પણ આ સીટ પરથી કોંગ્રેસમાંથી જીતીને ધારાસભ્ય રહી ચૂક્યાં છે. 2017માં આ સીટ પરથી ભાજપે વિજય ચક્રવર્તીને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે અપક્ષ ઉમેદવાર જિગ્નેશ મેવાણીને ટેકો જાહેર કર્યો હતો. ત્યારે જિજ્ઞેશ મેવાણી ભાજપના ઉમેદવાર સામે 19 હજાર મતથી જીત્યા હતા.
વડગામ વિધાનસભા બેઠકમાં વડગામ તાલુકા ઉપરાંત પાલનપુર તાલુકાના ૩૨ ગામોનો સમાવેશ થાય છે. તેમાં વડગામ તાલુકો, પાલનપુર તાલુકાના હાથીદ્રા, કુમ્પર, ગોઢ, ધાંધા, ખાસા, હોડા, ગલવાડા, સગ્રોસણા, ભાગલ (જગાણા), માણકા, ગોલા, મેરવાડા (રતનપુર), વાગદા, જગાણા, વાસણા (જગાણા), બદરપુરા (કાલુસણા), સરીપાડા, પટોસણ, સલ્લા, સાસમ, તાકરવાડા, ટોકરીયા, સેદરાસણા, અસ્માપુરા (ગોદા), ખામોડિયા, જાસલેની, બદરગઢ, કાણોદરનું પ્રતિનિધિત્વ કરે છે.