બીજેપીના સાંસદે સરકારી ટીમને ઘરે બોલાવીને લગાવી વેક્સિન, વિવાદ થતા તપાસના આદેશ અપાયા

કોરોનાના ભયને લઈને હવે મોટા ભાગના લોકો વેક્સિન લગાવી રહ્યા છે જોકે ઘણી બધી જગ્યાએ વેક્સિનના અભાવને કારણે વેક્સિનેશન બંધ કરી દેવામાં આવ્યું છે મધ્યપ્રદેશમાં પણ વેક્સિનના અભાવને કારણે વેક્સિન બંધ કરવામાં આવી છે.

પરંતુ મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં ભાજપના સાંસદ અનિલ ફિરજિયાના ઘરમાં તેમના ઘરના સભ્યોને તેમજ તેમના સ્ટાફને રસી આપવામાં આવી હવાની વાત સામે આવી છે જેના કારણે ઘણો વિવાદ સર્જાયો છે. સાથે વહિવટી તંત્રએ તપાસના આદેશ પણ આપ્યા છે કારણકે અત્યાર સુધી એવીકોઈ જોગવાઈ કરવામાં નથી આવી કે સરકારી ટીમ કોઈના ઘરે પહોચીને તેમને વેક્સિન આપે.

આ સમગ્ર મામલે વિપક્ષ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે. વિપક્ષ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આવો બનાવ એવા સમયે સામે આવ્યો છે કે જ્યારે રાજ્યના લોકોને વેક્સિન મેળવવા માટે ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણકે રાજ્યમાં એકા એક વેક્સિનની અછત સર્જાઈ છે જેના કારણે લોકોને વેક્સિન નથી મળી રહી.

જોકે સાંસદ ફિરોજિયાએ તેના બચાવમાં એવું કહ્યું છે કે પાર્ટીના કાર્યકર્તા દ્વારા તેમને જાણ કર્યા વગર સરકારી ટીમને વેક્સિનેશન માટે ઘરે બોલાવામાં આવી હતી. સાથેજ તેમણે એવું પણ કીધું કે તેઓ તે સમયે ઘરમાં હાજર ન હતા વધુંમાં તેમણે કહ્યું કે મારી માતા વૃદ્ધ છે તેમના પગમાં ઈજા છે જેથી તેમની માતાની હાલત જોઈને પાર્ટીના કાર્યકર્તા દ્વારા મેડિકલ ટીમને ઘરે બોલાવામાં આવી હતી.

આ ઉપરાંત તેમણે એવું પણ કીધું કે તે સમયે તેમના કાર્યકર્તા દ્વારા પણ વેક્સિન લેવામાં આવી જો તેઓ તે સમયે ત્યા હાજ હોત તો આવું ન થવા દેત ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે હું પોતે પણ હોસ્પિટલમાં જઈને કોરોનાની રસી લઈને આવ્યો છે માટે બધાજ માટે નીયમોતો એક જેવાજ હોય છે જોકે આ વસ્તુને કારણે લોકોમાં રોષનો માહોલ ફેલાયેલો છે.

સમગ્ર મામલે ઉજ્જૈનના કલેક્ટરનું કહેવું છે કે તેમણે તપાસના આદેશ આપ્યા છે સાથેજ જે અધિકારીઓ તેમના ઘરે ગયા હતા તેમને કોણે મંજૂરી આપી તે બાબતે પણ તેમણે તપાસ કરવા કહ્યું છે જે પણ અધિકારી તપાસમાં દોષી આવશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આ ઘટનાને કારણે વિપક્ષ દ્વારા પણ ઘણો હોબોળો કરવામાં આવ્યો છે જેમા તેમણે સરકાર સામે ઘણા પ્રહાર કર્યા છે.

Scroll to Top