દેશમાં કોરોનાના વધતા જતા જોખમ સાથે ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત દેશભરમાં મોટો અભિયાન ચલાવા જઈ રહી છે. ગત વખતે ભાજપે ‘સેવા હી સંગઠન’ અભિયાન ચલાવ્યું હતું, ત્યારે આ વખતે પાર્ટીએ પોતાનું ‘અપના બૂથ-કોરોના મુક્ત’ અભિયાન ચલાવવાની તૈયારી કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રવિવારે રાષ્ટ્રીય અધિકારીઓ અને પ્રદેશ પ્રમુખો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી આ અભિયાન ચલાવવા નિર્દેશ આપ્યો હતો.
હકીકતમાં, હવે દેશમાં દરરોજ કોવિડ 19 ચેપના બે લાખથી વધુ કેસ નોંધાય છે. દર્દીઓની વધતી સંખ્યાને કારણે આરોગ્ય સેવાઓ ઉપર દબાણ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં પાર્ટીએ દેશભરમાં તેના 18 કરોડ કાર્યકરોના દમ પર બૂથ કક્ષાએ કોરોના મુક્ત અભિયાન ચલાવવાની તૈયારી કરી લીધી છે. પક્ષના કાર્યકરો લોકોને કોરોનાથી બચાવ અંગે જાગૃત કરશે. કોઈ પણ કોરોના ચેપના કેસ બૂથ પર ન આવે તે માટે રણનીતિ બનાવવામાં આવશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રવિવારે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાનથી તમામ રાજ્ય પ્રમુખોને દેશમાં એક વિશાળ જનસેવા ઝુંબેશ ચલાવવા જણાવ્યું છે. જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે આ સમયે લોક જાગૃતિ અને લોકસેવા અભિયાનો ચલાવવાની જરૂર છે. ભાજપ જેવી વિશ્વની સૌથી મોટી પાર્ટીમાં બૂથ કક્ષાએ શક્તિશાળી કાર્યકરોની ટીમ છે, આવામાં ગયા વર્ષેની જેમ ફરી એક વાર દેશવ્યાપી જાહેર સેવા અભિયાન ચલાવવામાં આવી શકે છે.
ગયા વર્ષે લોકડાઉન દરમિયાન, ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા હી સંગઠન અભિયાન દ્વારા નિ: શુલ્ક પરિવારોને રેશન કીટનું વિતરણ કરાયું હતું. આ અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા હેઠળ ચલાવવામાં આવ્યું હતું.