પટેલની ખાલી પડેલી બેઠક પર ચૂંટણી યોજવા ભાજપ ઉત્સુક?

ગુજરાતના નેતા પરંતુ કેન્દ્ર લેવલ પર વર્ષોથી મહત્વની કામગીરી કરનારા અને ગુજરાતની રાજ્યસભા બેઠક પરથી જીતતા અહેમદ પટેલના નિધન બાદ તેમની બેઠક ખાલી પડી છે. હવે આ બેઠક પર ડિસેમ્બરમાં ચૂંટણી યોજાયશે તેવી ચર્ચાઓ વહેતી થઈ છે, સ્થાનિક મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે સૂત્રોને ટાંકીને જણાવવામાં આવી રહ્યું છે કે ૧૪ ડિસેમ્બરે ચૂંટણી થાય તેવું ભાજપ ઈચ્છી રહી છે.

કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનના નિધનથી ખાલી પડેલી બેઠકની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાઈ રહી છે ત્યારે તેની સાથે જ ગુજરાતની ખાલી પડેલી રાજ્યસભાની બેઠકની ચૂંટણી યોજાઈ શકે છે. બિહારની રાજ્યસભાની ખાલી પડેલી બેઠક પર ૧૪ ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ રહી છે. આજ દરમિયાન ગુજરાતની ખાલી પડેલી બેઠકની ચૂંટણી થઈ જાય તો ભાજપને નિશ્ચિત ફાયદો થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

આ બેઠક પર ગુજરાત વિધાનસભામાં ભાજપની મજબૂતાઈ અને માત્ર એક જ બેઠકની ચૂંટણીને જોતા ભાજપના વધુ એક સાંસદને રાજ્યસભામાં મોકલવા માટેની તક ઉભી થઈ છે, માટે અહીં ચર્ચાઓ એવી થઈ રહી છે કે, ડિસેમ્બરમાં જ ચૂંટણી યોજાય તેવું ભાજપ ઈચ્છી રહી છે. ભાજપની ગુજરાતમાં બેઠકોની સંખ્યાને જોતા લગભગ જીત નિશ્ચિત છે આવામાં ભાજપ આ બેઠક માટે સંઘના સ્થાનિક નેતાને મેદાનમાં ઉતારે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ્‌સમાં સૂત્રોને ટાંકીને એવા પણ અહેવાલ રજૂ કરાઈ રહ્યા છે કે ગુજરાતની બેઠક પર પણ ચૂંટણી ૧૪ ડિસેમ્બરે જ યોજાશે તે પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રમાં જ્યારે સરકાર દ્વારા કોઈ બીલ પાસ કરવામાં આવે ત્યારે જો સરકાર રાજ્યસભામાં પણ મજબૂત હોય તો પોતાની પસંદગીના બીલ સરળતાથી બન્ને ગૃહમાંથી પસાર કરાવી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top