આ સરવે ઉડાડી શકે છે ભાજપની ઊંઘ, ગુજરાતના મતદારોમાં આવેલો ફેરાફર ભાજપ માટે ખતરાની ઘંટી

લોકસભા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે. આ વખતે પણ સમગ્ર દેશની નજર પીએમ મોદીના હોમ ટાઈન સ્ટેટ ગુજરાત પર મંડાયેલી રહેશે. 2014 માં ભાજપે ગુજરાતની છવ્વીસે-છવ્વીસ સીટ પર જીત હાંસલ કરી હતી અને ભાજપને 60 ટકા વોટ મળ્યા હતા. પરંતુ આ વખતે સ્થિતિમાં બદલાવ આવ્યો છે.

મોદી સરકાર ભલે તમામ દાવા કરે પણ પીએમ મોદીના હોમ ટાઉનમા મતદારો સરકારની કામગીરીથી ખુશ જણાઈ રહ્યા નથી. મતદારોનો મિજાજ જોઈને ભાજપને નુકશાન થવાની શક્યતા જોવા મળી રહી છે. રાજકીય ગતિવિધિઓ પર સમીક્ષા કરી સરવે કરતા એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સ (ADR) ના સરવેમાં ગુજરાતના મતદારોની માનસિકતાનો ક્યાસ કાઢવામાં આવ્યો છે. મોદી સરકારની કામગીરીને સરેરાશ કરતા પણ ઓછું રેટીંગ મળ્યું છે.

જે ભાજપ માટે સીધી રીતે ખતરાની ઘંટી સમાન છે. ADR ના સરવે અનુસાર ગુજરાતમાં 42.68 ટકા મતદારોની પ્રથમ પ્રાથમિકતા રોજગાર છે. પરંતુ આ દિશામાં સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલા અપૂરતા ગણવવામાં આવ્યા છે. પાંચમાંથી માત્ર 2.33 ની રેટીંગ આપવામાં આવી છે. જ્યારે 37.12 ટકા મતદારોની પ્રાથમિકતા પીવાનું પાણી છે અને આ મુદ્દે મોદી સરકારને 2.60 રેટીંગ આપવામાં આવ્યું છે. આવી જ રીતે 30.23 ટકા મતદારો માટે હોસ્પિટલ અને આરોગ્ય પ્રાથમિકતા છે. આ સુવિધા અંગે પણ મોદી સરકારને સરેરાશ કરતાં પણ ઓછું રેટીંગ એટલે 2.62 ટકા આપવામાં આવ્યું છે.

ગુજરાતના શહેરી અને ગ્રામીણ મતદારોને તારવણી કરીએ તો શહેરી મતદારો માટે ટ્રાફિક જામ સૌથી મોટી સમસ્યા છે. જ્યરે ગ્રામીણ મતદારો માટે સિંચાઈ માટે પાણીની સુવિધા અગ્રીમ છે. આ મુદ્દા અંગે શહેરી અને ગ્રામીણ મતદારો સરકારની કામગીરીથી જરા પણ ખુશ જણાયા ન હોવાનું ADR ના સરવેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અંગે પણ સરકારને સરેરાશ કરતા પણ ઓછું રેટીંગ મળ્યું છે. 2014 ની લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થઈ છે. ખાસ કરીને 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિમાં જબરદસ્ત મજબૂતી જોવા મળી હતી.

વિધાનસભામાં કોંગ્રેસે 77 સીટ સાથે જીત હાંસલ કરી હતી. જ્યારે ભાજપને 99 સીટ મળી હતી. આ ઉપરાંત અહેમદ પટેલની રાજ્યસભાની ચૂંટણીમાં પણ ભાજપને ભોંય-ભૂ પછડાટ મળી હતી. મતલબ સ્પષ્ટ છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી વન સાઈડેડ નહીં રહે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top