મોટી બિલાડીઓ (ચિત્તા, સિંહ, વાઘ વગેરે) અદ્ભુત શિકારી હોય છે. તેમની પકડથી શિકારથી જીવિત બચવું ખૂબ મુશ્કેલ બની જાય છે. જો કે, જ્યારે એકબીજાના શિકારને છીનવી લેવાની વાત આવે છે, ત્યારે શકિતશાળી જીતે છે. જી હાં, જંગલની દુનિયાનું એક દુર્લભ દ્રશ્ય સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જેમાં બ્લેક લેપર્ડથી એક ચિત્તો તેનો શિકાર છીનવી લઇ જતો જોવા મળે છે. જ્યારે યુઝર્સે આ ક્લિપ જોઈ તો લખ્યું કે આ કુદરતની રમત છે – મહેનત કોઇની અને ફળ બીજા કોઇનું… આ અંગે તમારો શું અભિપ્રાય છે?
A perfect capture. Both by the leopard & the videographer😞😞
But who gave the right to capture these rare moments of nature in full glare of spot light?
WA fwd. pic.twitter.com/ZITOBOpO92— Susanta Nanda (@susantananda3) October 8, 2022
કુદરતની એક દુર્લભ ક્ષણ…
આ ચોંકાવનારો વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું- ચિત્તો અને વીડિયોગ્રાફર બંને દ્વારા પરફેક્ટ કેપ્ચર. પરંતુ પ્રકૃતિની આ દુર્લભ ક્ષણોને સ્પોટલાઇટની સંપૂર્ણ ઝગઝગાટમાં કેપ્ચર કરવાનો અધિકાર કોણે આપ્યો? વોટ્સએપ પરથી આ વીડિયો મળેલ છે. આ ક્લિપને 37 હજારથી વધુ વ્યૂઝ અને 1500થી વધુ લાઈક્સ મળી છે.
બીજા દીપડાએ શિકારને ઝૂંટવી લીધો
30 સેકન્ડના આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે એક કાળો દીપડો તેના શિકાર પર બેઠો છે. એક તેજસ્વી પ્રકાશ તેના પર પડી રહ્યો છે. થોડી ક્ષણો ત્યાં બેઠા પછી, તે બીજી તરફ વળે છે અને તેના દાંત કાઢે છે અને કોઈને દૂર રહેવા ચેતવણી આપે છે. આમાં સામાન્ય રંગનો દીપડો આવે છે અને તે શિકારને લઈ જાય છે. આ દુર્લભ ક્ષણને ત્યાં હાજર કોઈ વ્યક્તિએ કેમેરામાં કેદ કરી હતી, જેનો વીડિયો હવે ઈન્ટરનેટ પર બહોળા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે.