CricketNews

બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર હાલ રૂ. 250 માં કરી રહ્યો છે મજૂરીકામ

તમે જરૂર જાણતા હશો કે, 2018 માં ટીમ ઈન્ડિયાએ બ્લાઈન્ડ વર્લ્ડ કપ ક્રિકેટનું ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ જીત ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ ખાસ હતી. ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં પાકિસ્તાનને હરાવી દીધું હતું. આ જીત બાદ ભારતીય ખેલાડીઓની ખૂબ પ્રશંસા પણ કરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિથી લઈને વડાપ્રધાન સુધી બધાએ તમામ ખેલાડીઓની પ્રશંસા પણ કરી હતી, પરંતુ આ મોટી ઉપલપ્ધિના ત્રણ વર્ષ બાદ આજે આ ટીમનો એક ખેલાડી એક-એક પૈસા કમાવવા માટે મજબૂર બની ગયો છે. આ ખેલાડીનું નામ નરેશ તુમડા છે. જે અત્યારે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજૂરીકામ કરવા માટે મજબૂર બન્યો છે.

ગુજરાતના નવસારીમાં રહેનાર નરેશ તુમડાએ જણાવ્યું છે કે, સરકારને વારંવાર મદદ માટે અપીલ પણ કરી ચૂક્યો છું, તેમ છતા હજુ સુધી કોઈ પરિણામ સામે આવ્યું નથી. હું રોજના 250 રૂપિયાની કમાણી કરું છું.

હું સરકારને અપીલ કરી રહ્યો છું કે, મને કોઈ નોકરી આપો. જેનાથી હું મારા પરિવારનું ગુજરાન સરળતાથી ચલાવી શકું. તેની સાથે 29 વર્ષીય નરેશ તુમડા ગયા વર્ષે લોકડાઉનમાં શાકભાજી વેંચી રહ્યા હતા. એનાથી પરિવારનું ગુજરાન ના ચાલ્યું તો પછી મજૂરીકામ કરવાનુ શરૂ કરી દીધું હતું. તાજેતરમાં તે ઈંટો ઉઠાવીને મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.

નરેશ તુમડાએ જણાવ્યું હતું કે, મારા માતા-પિતા વૃદ્ધ રહેલા છે. મારા પિતા નોકરી કરવામાં સક્ષમ નથી. મારા પરિવારમાં હું એક માત્ર કમાવા માટે જઈ રહ્યો છું. ગયા વર્ષે જમાલપુર શાક માર્કેટમાં શાકભાજીનું વેચાણ પર કરતો હતો. પરંતુ તેનાથી વધારે આવક થઈ નહોતી.

નરેશ તુમડા ખૂબ જ પ્રતિભાશાળી ક્રિકેટર પણ રહ્યા હતા. માત્ર પાંચ વર્ષની ઉંમરમાં જ તેણે ક્રિકેટ રમવાનું શરૂ કરી નાખ્યું હતુ. મુશ્કેલીઓ વચ્ચે તેણે 12 મા ધોરણ સુધીનો જ અભ્ચાસ કર્યો હતો. પાંચ વર્ષની ઉંમરમાં જ તેમણે આંખોની રોશની ગુમાવી દીધી હતી. વર્ષ 2014માં તેની પસંદગી ગુજરાત ટીમમાં થઈ ગઈ હતી. ત્યાર બાદ તેને ભારતીય ટીમમાં રમવાની તક મળી ગઈ હતી. વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનના 308 રનના ટાર્ગેટ 8 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી લીધો હતો.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker