આંધળો પ્રેમઃ 23 વર્ષની ગર્લફ્રેન્ડ 15 વર્ષના બોયફ્રેન્ડને ભગાવી ગઈ!

કોઈએ સાચું જ કીધું છે કે પ્રેમ આંધળો હોય છે. લોકો પોતાના પ્રેમ માટે શું નથી કરતા. આવો જ એક કિસ્સો ગુજરાતમાં મહેસાણામાં સામે આવ્યો છે કે જ્યાં યુવતીએ પોતાના કરતા આઠ વર્ષ નાના 15 વર્ષના કિશોરને પોતાના પ્રેમમાં ફસાવીને તેની સાથે પ્રેમનું નાટક બતાવવાનું શરૂ કર્યું. એટલું જ નહીં તે તેના સગીર પ્રેમીને ભગાડી પણ ગઈ હતી.

મહેસાણા જિલ્લામાં રહેતી 23 વર્ષીય યુવતીએ તેના કરતા આઠ વર્ષ નાના એટલે કે 15 વર્ષના કિશોર સાથે પ્રેમસંબંધ હોવાનું નાટક શરૂ કર્યું હતું. એટલું જ નહીં તે તેના સગીર પ્રેમી સાથે પણ ભાગી ગઈ હતી. આ બાબતની જાણ થતાં યુવતી અને કિશોરના પરિવારજનોએ બંનેની શોધખોળ શરૂ કરી હતી.

ખૂબ જ પ્રયત્નો બાદ આખરે તાપી જિલ્લાના એક ગેસ્ટ હાઉસમાં આ યુવતી અને કિશોરની મળી ગયા હતા. બંનેના સંબંધીઓ તેમને બળજબરીથી મહેસાણા લઈ આવ્યા હતા. કિશોરના નિવેદન પર મહિલા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

Scroll to Top