લોહીને પાતળું કરી દે છે આ સુપરફુડ, નહીં થાય કોઇપણ નુકસાન

આજકાલ, લોકોમાં હૃદય રોગ (હાર્ટ એટેક, સ્ટ્રોક) નું જોખમ ઘણું વધી ગયું છે. આ સાથે જ સ્થૂળતા અને અન્ય ઘણી બીમારીઓના દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. વર્તમાન જીવનશૈલી અને ખરાબ ખાવાની આદતોને કારણે આવું બન્યું છે. જો હાર્ટ એટેક અને સ્ટ્રોકના દર્દીઓની વાત કરીએ તો આ લોકો લોહીને પાતળું કરવા માટે અંગ્રેજી દવાઓનો ઉપયોગ કરે છે, જેને બ્લડ થિનર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દવા લોહી ગંઠાઈ જવાની શક્યતા ઘટાડે છે. જો તમે પણ શરીરમાં જાડા લોહીની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો અહીં કેટલાક ઘરેલુ ઉપાયો છે, જેની મદદથી તમે લોહીને પાતળું કરી શકો છો.

આ ખોરાકને આહારમાં સામેલ કરો

1. લસણ શરીરના જાડા લોહીને પાતળું કરી શકે છે કારણ કે તેમાં હાજર એન્ટિથ્રોમ્બોટિક એજન્ટ લોહીને પાતળા કરવાનું કામ કરે છે. તેનાથી લોહી ગંઠાઈ જતું નથી. તમને જણાવી દઈએ કે લસણનો ઉપયોગ કુદરતી એન્ટિબાયોટિક તરીકે પણ થાય છે.

2. લાલ મરચાં સામાન્ય રીતે દેશના તમામ રસોડામાં વપરાય છે. તેનાથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. તેમાં હાજર સેલિસીલેટ્સ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લાલ મરચું લોહીને પાતળું બનાવવામાં પણ મદદ કરે છે. તે તમારા હાઈ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે.

3. લોહીને પાતળું કરવા માટે તમે આદુને દવા તરીકે પણ વાપરી શકો છો. આદુમાં એસ્પિરિન સેલિસીલેટ સિન્થેટીક ગુણ હોય છે જે લોહીને પાતળું કરવામાં મદદ કરે છે. તમે તેનું સેવન ચા સાથે પણ કરી શકો છો.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો