બનાસકાંઠામાં અમીરગઢમાં દૂધના ટેન્કર, બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયો ટ્રિપલ અકસ્માત, 11 લોકો થયા ઈજાગ્રસ્ત

બનાસકાંઠામાં અમીરગઢ પાસે નેશનલ હાઇવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 11 થી વધુ મુસાફરોને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે બનાવની જાણ થતા જ સ્થાનિક એલ એન્ડ ટી, 108 એમ્બ્યુલન્સ વાન અને પોલીસ ઘટનાસ્થળ દ્વારા પહોંચી ગઈ અને ઇજાગ્રસ્તોને સારવાર માટે અમીરગઢ અને પાલનપુર સરકારી હોસ્પિટલ દાખલ કરી દેવામાં આવ્યા હતા.

જ્યારે અમીરગઢ પાસે થયેલા આ અકસ્માતમાં રોડની બાજુમાં ઊભેલા ટ્રેલરની પાછળ દૂધનું ટેન્કર અને તેની પાછળ બસ ઘૂસી ગઈ હોવાની જાણકારી સામે આવી છે. અકસ્માત બાદ ટ્રાફિકજામ પણ જોવા મળ્યો હતો. જેના કારણે પોલીસ દ્વારા વાહનોને બાજુમાં ખસેડીને ટ્રાફિક રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો.

પાલનપુર-આબુ રોડ નેશનલ હાઇવે પર આજે સવારે ટ્રિપલ અકસ્માત સર્જાતા 11 થી વધુ મુસાફરોને ગંભીર ઈજા થઈ હતી. અમીરગઢ પાસે નેશનલ હાઇવે પર એક ટ્રેલરમાં ટેક્નિકલ ખામી સર્જાતા તેને રોડની સાઈડમાં પાર્ક કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાછળથી આવી રહેલી દૂધના ટેન્કરના ચાલક દ્વારા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા રોડની સાઈડમાં ઉભેલા ટ્રેલરની પાછળ ટક્કર મારી દેવામાં આવી હતી.

ત્યાર બાદ દૂધના ટેન્કરની પાછળ આવી રહેલી ખાનગી બસના ચાલક દ્વારા પણ કાબૂ ગુમાવી દેતા બસ દૂધના ટેન્કરની પાછળ તે ઘૂસી ગઈ હતી. આ રીતે રોડની સાઈડમાં ઉભેલા ટ્રેલરની પાછળ દૂધનું ટેન્કર અને તેની પાછળ ખાનગી બસ ઘૂસી જતા ટ્રિપલ અકસ્માત થયો હતો. અકસ્માતમાં ટેન્કર ચાલક અને બસમાં બેઠેલા મુસાફરો સહિત 11 જેટલા લોકોને ગંભીર ઈજાઓ થઈ છે.

જ્યારે આ ઘટનાની જાણકારી થતા જ એલ એન્ડ ટીની ટીમ, 108 એમ્બ્યુલન્સ વાન અને અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. જ્યારે આ તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે અમીરગઢ અને ત્યાંથી વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અકસ્માતના કારણે ટ્રાફિકજામ થતા પોલીસ દ્વારા અકસ્માતગ્રસ્ત ગાડીઓને સાઇડમાં ખસેડી ટ્રાફિકને ઓછો કરવામાં આવ્યો હતો.

Scroll to Top