શરીરના પ્રાઇવેટ પાર્ટ પર બોલ વાગવા છતાં આવી રીતે બતાવી ખેલદિલી, હસવાનું રોકી ન શકયો રિકી પોન્ટિંગ…

ઈંગ્લેન્ડ એડિલેડ ટેસ્ટમાં હારના આરે છે. યજમાન ઓસ્ટ્રેલિયાએ એશિઝ શ્રેણીની બીજી ટેસ્ટમાં મુલાકાતીઓ માટે 468 રનનો મુશ્કેલ ટાર્ગેટ આપ્યો છે. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી જો રૂટની આગેવાની હેઠળની ઈંગ્લિશ ખેલાડીએ 82 રનમાં 4 વિકેટ ગુમાવી હતી.

ઈંગ્લેન્ડે ચોથા દિવસે સ્ટમ્પ્સ પહેલાં જ કેપ્ટન રૂટ ની વિકેટ પણ ગુમાવી દીધી હતી અને પિંક બોલ ટેસ્ટ ટકી રહેવાના તેના યોગ્ય પ્રયાસનો અંત આણ્યો હતો. પાંચમા અને અંતિમ દિવસે ઈંગ્લેન્ડને જીતવા માટે 386 રનની જરૂર છે જ્યારે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટની જરૂર છે. ચોથો દિવસ રુટ માટે ખૂબ જ ખરાબ હતો. રવિવારે રમત શરૂ થાય તે પહેલાં થ્રો ડાઉન દરમિયાન રુટને ઈજા થઈ હતી. જે બાદ તે પહેલા સેશનમાં ફિલ્ડિંગ પર ઉતર્યો નથી. જોકે બાદમાં સ્કેન બાદ તે મેદાન પર પાછો ફર્યો હતો.

https://twitter.com/i/status/1472551257999294464

રુટ બેટિંગ કરવા ઉતર્યો ત્યારે તેની મુશ્કેલીઓ વધી ગઈ હતી અને પેસર મિચેલ સ્ટાર્ક ની બોલિંગે તેના ખાનગી ભાગને ફટકાર્યો હતો. વાસ્તવમાં ઈંગ્લેન્ડની ઈનિંગની 41મી ઓવરમાં જ સ્ટાર્કે રુટને ફટકાર્યો હતો. ત્યારબાદ રુટ પીડાથી કણસતા જમીન પર સૂઈ ગયો. તેણે ઊભા થવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ તે થોડા સમય માટે જમીન પર પડ્યો રહ્યો. આ જોઈને બોલર પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

રુટ 20 અને બેન સ્ટોક્સ 3 રને બેટિંગ કરી રહ્યા હતા. બાદમાં રુટ ફિઝિયોની મદદથી ફરી ઊભો થયો હતો. જોકે તે પછી તે લાંબા સમય સુધી ક્રિઝ પર રહી શક્યો ન હતો. ઈજા બાદ રુટ વિચિત્ર રીતે રન માટે દોડતો જોવા મળ્યો હતો. રુટ અલગ રીતે દોડી રહ્યો હતો ત્યારે કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા અનુભવી રિકી પોન્ટિંગ સહિતના તેના સાથી કોમેન્ટેટર હસવાનું રોકી શક્યા ન હતા.

રુટ અને પોટિંગનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ ઈનિંગ 9 વિકેટે 473 રન પર ડિકલેર કરી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 236 રનમાં ખખડી ગઈ હતી.

Scroll to Top