શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરને ડ્રગ્સના કથિત કેસમાં બેંગલુરુમાં અટકાયતમાં લેવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, એક રેવ પાર્ટીમાં ડ્રગ્સ લેવા બદલ અભિનેતાની સાથે અન્ય છ લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ મામલે હજુ વધુ અપડેટ આવવાના બાકી છે. આ દરમિયાન પુત્રની કસ્ટડીને લઈને શક્તિ કપૂરનું નિવેદન સામે આવ્યું છે.
શક્તિ કપૂરની પ્રતિક્રિયા
પુત્રની કસ્ટડી અંગેના સમાચાર પર પ્રતિક્રિયા આપતા, શક્તિ કપૂરે ઈન્ડિયા ટુડેને કહ્યું, ‘મને મીડિયા દ્વારા આ સમાચારની જાણ થઈ. મને કોઈ ખ્યાલ નથી. હું આ વિશે કંઈ જાણતો નથી. હું સવારે 9 વાગ્યે જાગ્યો ત્યારે સમાચાર આવી રહ્યા હતા કે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. હુ નથી જાણતો. આખો પરિવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. કોઈ કોલ ઉપાડતું નથી. મને ખબર નથી કે શું થઈ રહ્યું છે.
સિદ્ધાંત ડ્રગ કેસમાં ઝડપાયો
View this post on Instagram
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસને એક ગુપ્ત માહિતી મળી હતી અને આ માહિતીના આધારે બેંગ્લોરના એમજી રોડ પર આવેલી એક હોટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા 35 સેમ્પલમાંથી 6 પોઝિટિવ આવ્યા છે, જેમાંથી સિદ્ધાંત કપૂરનો સેમ્પલ છે. પોલીસે કહ્યું કે તેઓ એ નિષ્કર્ષ આપી શક્યા નથી કે છ લોકોએ ડ્રગ્સનું સેવન કર્યું હતું અને પાર્ટીમાં આવ્યા હતા કે પછી હોટેલમાં તેનું સેવન કર્યું હતું.
કારકિર્દીમાં સફળતા નથી
તમને જણાવી દઈએ કે સિદ્ધાંત કપૂર સ્ટાર કિડ છે. તે શક્તિ કપૂરનો પુત્ર અને શ્રદ્ધા કપૂરનો ભાઈ છે. સિદ્ધાંતે ફિલ્મી દુનિયામાં પણ હાથ અજમાવ્યો હતો પરંતુ તે તેના પિતા અને બહેનની જેમ સફળ થયો નહોતો.સિદ્ધાંતે ઘણી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ પણ ભજવી છે. સ્ટાર-કિડ હોવા છતાં, સિદ્ધાંત કપૂરે ડિસ્ક જોકી તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી અને બાદમાં હિન્દી સિનેમાના પ્રખ્યાત નિર્દેશકો સાથે સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું. આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે સિદ્ધાંતે ‘ભૂલ ભુલૈયા’, ‘ભાગ-ભાગ’, ‘ચુપ ચૂપ કે’, ‘ઢોલ’ વગેરે ફિલ્મોમાં કામ કર્યું હતું.