દિગ્ગજ અભિનેત્રીને નડ્યો કાર અકસ્માત, નાની દીકરીની હાલત નાજુક, Pics આવ્યા સામે

બંધન, જુડવા અને ક્રોધ જેવી તમામ સુપરહિટ ફિલ્મોનો હિસ્સો રહી ચુકેલી બોલિવૂડમાં રંભાની કારનો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં તેમની કારને ખરાબ રીતે નુકસાન થયું હતું અને તેમની પુત્રીની હાલત નાજુક હોવાનું કહેવાય છે. અકસ્માત સમયે રંભા સાથે તેના બાળકો અને તેની આયા પણ કારમાં હતી. રંભાની પુત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

રંભાએ પોસ્ટ કરીને આખી ઘટના જણાવી

અકસ્માતની આ તસવીરો ખુદ રંભાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. તસવીરો શેર કરતાં રંભાએ લખ્યું, ‘બાળકો સાથે સ્કૂલેથી પરત આવી રહી હતી ત્યારે ચોકડી પર એક કાર અમારી કારને ટક્કર મારી હતી. કારમાં હું, બાળકો અને આયા હતા. અમને બધાને નાની-મોટી ઈજા થઈ છે પરંતુ અમે સુરક્ષિત છીએ. મારી નાની દીકરી સાશા હજી હોસ્પિટલમાં છે. ખરાબ દિવસ અને ખરાબ સમય, કૃપા કરીને અમારા માટે પ્રાર્થના કરો. તમારી પ્રાર્થનાઓ ઘણી મહત્વની છે.

એર બેગના કારણે જીવ બચ્યો?

ચાહકો માટે સારા સમાચાર એ છે કે રંભા અને તેનો પરિવાર સુરક્ષિત છે. જોકે તેમની પુત્રી હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. રંભાએ શેર કરેલી તસ્વીરોમાં પ્રથમ તસ્વીરમાં તેની પુત્રી દેખાઈ રહી છે, જેને ડોક્ટર સારવાર માટે લઈ જઈ રહ્યા છે. બીજા અને ત્રીજા ફોટામાં દુર્ઘટનાગ્રસ્ત કાર દેખાઈ રહી છે, જેની હાલત ખૂબ જ ખરાબ છે. કારની એર બેગ ખુલ્લી જોવા મળી રહી છે.

સિનેમા જગતમાં લાંબા સમય સુધી કામ કર્યું

રંભાની આ પોસ્ટ પર કોમેન્ટ કરીને ઘણી સેલિબ્રિટી અને ચાહકોએ તેની તબિયત પૂછી છે અને તેના માટે પ્રાર્થના કરી છે. તમને જણાવી દઈએ કે રંભાનું સાચું નામ વિજયલક્ષ્મી હતું અને તેણે હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, બંગાળી અને અંગ્રેજી ફિલ્મોમાં કામ કર્યું છે. રંભાએ થોડો સમય ભોજપુરી સિનેમામાં પણ કામ કર્યું છે.

Scroll to Top