News

બૉલીવુડનાં ખાનોની દાદાગીરી પાછળ કોનો હાથ છે? શા માટે નાના હીરો ને દબાવી દેવાય છે……

સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી નેપોટીઝમ અને ખેમેબાજીના આરોપોનો સામનો કરી રહ્યા છે કરણ જોહર.પલ્લવીએ સવાલ ઉઠાવ્યો – છેવટે, મોટા લોકોને ટેલેન્ટની મદદ કરવામાં શું સમસ્યા છે? કઈ વાતનો ડર છે?સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછી નેપેટીઝમ આરોપોનો સામનો કરી રહેલા કરણ જોહરની સમસ્યાઓ ઓછી થતી નથી.હવે દિવંગત અભિનેતા ઈન્દર કુમારની પત્ની પલ્લવી સરાફે તેના પર ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. તેણે માત્ર કરણ જ નહીં, શાહરૂખ ખાનને પણ લપેટમાં લીધા છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો પલ્લવીના જણાવ્યા અનુસાર બંને ફિલ્મ નિર્માતાઓએ ઈન્દરને ન તો ફક્ત કામનું ખોટું આશ્વાસન આપ્યું.પણ ઘણા દિવસો સુધી રાહ જોવડાવ્યા પછી, તેમનો નંબર પણ બ્લોક કરી દીધો હતો. પલ્લવીએ તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં આ દાવો કર્યો છે કે. ઇંદર એ ‘માસૂમ’, ‘ખિલાડીઓ કા ખિલાડી’ અને ‘વોન્ટેડ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમના 44 મા જન્મદિવસના એક મહિના પહેલા, 28 જુલાઈ 2017 ના રોજ, કાર્ડિયેક અરેસ્ટથી તેમનું મૃત્યુ થયું હતું.

કરણ એ બે કલાક રાહ જોવડાવી, અને પછી બોલ્યા – તારું કઈ કામ નથી, પલ્લવીએ તેની પોસ્ટમાં લખ્યું છે- આ દિવસોમાં દરેક વ્યક્તિ નેપોટિઝમ વિશે વાત કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની જેમ મારા પતિએ પણ ખ્યાતિ મેળવી હતી. 90 ના દાયકામાં તે તેમની ટોચ પર હતા. મને યાદ છે કે તેમનું અવસાન થતાં પહેલા તે બે લોકો પાસે કામ માટે ગયા હતા. તેઓ રેકોર્ડ માટે પહેલાથી જ નાના પ્રોજેક્ટ્સ કરી રહ્યા હતા. પરંતુ તે તેમની શરૂઆતની જેમ મોટી ફિલ્મો કરવા માંગતા હતા

તે મિસ્ટર કરણ જોહર પાસે ગયા. હું પણ તેમની સાથે હતી. આ બધું મારી સામે બન્યું. તેઓએ અમને બે કલાક રાહ જોવડાવી. આ પછી તેની મેનેજર ગરીમાએ કહ્યું કે કરણ વ્યસ્ત છે. તો પણ અમે રાહ જોઇને બેસી રહ્યા જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે તેમને કહ્યું ઇંદર ગરિમાના સંપર્કમાં રહેજે હાલમાં તમારા માટે કોઈ કામ નથી.ઈન્દરે આ જ કર્યું. પછી 15 દિવસ માટે તેમના ફોન રિસીવ કર્યા અને કહેતા હતા કે હાલમાં કોઈ કામ નથી. ત્યારબાદ ઇંદરને બ્લોક કરી દેવામાં આવ્યા હતા.

શાહરૂખ સાથે પણ કરણ જેવો અનુભવ, શાહરૂખ ખાન સાથે ઈન્દરની મુલાકાતને યાદ કરીને પલ્લવી લખે છે – મિસ્ટર શાહરૂખ ખાન પાસેથી પણ ઈન્દરને આવો જ વ્યવહાર મળ્યો તેઓ ઈન્દરને મળ્યા અને કહ્યું કે તેઓ એક અઠવાડિયામાં ફોન કરશે. અત્યારે કોઈ કામ નથી. આ બધું ફિલ્મ ‘ઝીરો’ ના સેટ પર થયું. બાદમાં તેમને તેની મેનેજર પૂજા સાથે સંપર્કમાં રહેવા કહેવામાં આવ્યું હતું.પણ તેણે પણ તે જ કર્યું જે ગરિમા એ કર્યું હતું.શું કોઈ કલ્પના કરી શકે છે કે આ બે મોટા પ્રોડક્શન હાઉસ પાસે કોઈ કામ નહીં હોય.કરણ જોહરે ઘણી વાર કહ્યું છે કે તે સ્ટાર સાથે કામ કરે છે.મારા પતિ પણ સ્ટાર હતા. લોકો હજી પણ તેમના કામને યાદ કરે છે.

પલ્લવીનો પ્રશ્ન – ટેલેન્ટથી કેમ ડરે છે આ મોટા લોકો , પલલવી એ પોતાની પોસ્ટમાં સવાલ ઉઠાવ્યો છે કે ટેલેન્ટની મદદ કરવામાં આ મોટા લોકોને શું સમસ્યા છે? તેઓ શેનાથી ડરે છે? તે લખે છે – આપણે ફક્ત એટલું જ કહી શકીએ કે આ ખરાબ લોકો છે જે સારા હોવાનો ઢોગ કરે છે. નેપોટિઝમ બંધ થવો જોઈએ. લોકો મરી રહ્યા છે અને આ મોટા લોકો હજી પણ તેની અસરો સમજી શક્યા નથી. સરકારે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

પલ્લવી ઈન્દર કુમારની ત્રીજી પત્ની છે.ઈન્દર કુમારે ત્રણ લગ્ન કર્યા. 2003 માં ઈન્દરે ડિરેક્ટર રાજ કારીયાની પુત્રી સોનલ સાથે લગ્ન કર્યા. પરંતુ પાંચ મહિના પછી છૂટાછેડા લીધા. બંનેની ખુશી નામની પુત્રી છે. બીજા લગ્ન વર્ષ 2009 માં કમલજીત કૌર નામની યુવતી સાથે થયા, જે બે મહિના પછી તૂટી ગયા. આ પછી તેણે પલ્લવી સરાફ સાથે ત્રીજા લગ્ન કર્યા. બંનેની સાવન નામની પુત્રી છે.

માસૂમથી ઈન્દર એ કારકિર્દીની શરૂઆત કરી.ઈન્દરે તેની કારકિર્દીની શરૂઆત ‘માસૂમ’ (1996) થી કરી હતી.તેમણે ગજાગામિની, ‘ખિલાડીઓ કા ખિલાડી’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. 2009 માં તે સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘વોન્ટેડ’માં તેના મિત્રની ભૂમિકામાં દેખાયા હતા તેમણે સલમાન સાથે ‘તુમકો ના ભૂલ પાયેંગે’ (2002) અને ‘કહિં પ્યાર ના હો જાય’ (2000) માં પણ કામ કર્યું હતું. ઈન્દરે ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ (2002) સિરિયલમાં મિહિર વિરાણીની ભૂમિકા ભજવી હતી.

આજથી થોડાં દિવસો પહેલાં આવોજ આરોપ સલમાન ખાન પર લાગવામાં આવ્યો હતો આવો જાણીએ આ આરોપ વિશે.મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં સુશાંતસિંહ ના સુસાઈડ બાદ સલમાન કરણ જોહર અને અન્ય મોટી હસ્તીઓ લોકોના નિશાના પર છે ત્યારે સલમાન ને લઈને વધુ એક જબરજસ્ત ન્યૂઝ સામે આવ્યાં છે.

જે જાણી સૌ કોઈ ચોંકી ગયાં હતાં.સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસ પર ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે અને ઘણા ખુલાસાઓ થઇ રહ્યા છે. ઘણા મોટા નામો પણ સામે આવી રહ્યા છે. હવે દિવંગત એક્ટ્રેસ જિયા ખાનની માતા રાબિયા અમીને એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમા તેમણે સલમાન ખાન પર આરોપ લગાવ્યો છે.તેમનો આરોપ છે કે સલમાન ને કારણે જિયા ને ન્યાય મળ્યો નથી.

આવો મિત્રો જાણી લઈએ આ પાછળ શુ છે સમગ્ર કહાની.રાબીયા અમીનનું કહેવું છે કે, જિયા ખાન સુસાઇડ કેસમાં સલમાન ખાને પોલીસ પર દબાણ ઉભુ કર્યું હતું. સુશાંત સિંહ રાજપૂતના નિધન પર જારી કરવામાં આવેલા આ વીડિયોમાં તે કહે છે,’મારી સંવેદનાઓ સુશાંત સિંહ રાજપૂતના પરિવાર સાથે છે. આ ખેરખર એક હૃદયદ્રાવક મામલો છે. આ કોઇ મજાક નથી ચાલી રહી.

હવે બોલિવૂડને બદલવું પડશે, બોલિવૂડને જાગવું પડશે. બોલિવૂડે આવું સંપૂર્ણપણે બંધ કરવું પડશે. કોઇની મજાક કરવી તે પણ હત્યા કરવા સમાન છે.’ સાથે જ તેમણે જિયા ખાનના કેસ પર વાત કરતા કહ્યું કે,’હાલમાં જે કંઇ થઇ રહ્યું છે તેને મને 2015ની યાદ અપાવી દીધી જ્યારે હું સીબીઆઇ ઓફિસરને મળવા ગઇ હતી.

તેણે મનં લંડનથી બોલાવી અને જણાવ્યું કે, અમને મહત્વના પૂરાવા મળ્યા છે.જ્યારે હું ત્યા પહોંચી તો તેણે મને કહ્યું કે મારા પર સલમાન ખાનનો ફોન આવ્યો. તે દરરોજ ફોન કરે છે અને પૈસા ઓફર કરે છે. કહે છે કે, છોકરા સાથે પૂછપરથ ના કરશો, તેને પકડશો નહી તો અમે શું કરી શકીએ મેડમ.’ રાબિયા અનુસાર,’ઓફિસર પોતે પણ આ વસ્તુથી નારાજ અને પરેશાન દેખાઇ રહ્યો હતો.

બાદમાં હું આ મામલાને દિલ્હીમાં ઉચ્ચ અધિકારીઓ પાસે લઇ ગઇ અને મેં તેની ફરિયાદ કરી પરંતુ એવું જ થયુ કે.પૈસા અને પ્રેશરથી તપાસને પ્રભાવિત કરવામાં આવી તો મને નથી ખબર કે એક નાગરીક તરીકે આપણે કઇ દિશામાં જઇ રહ્યા છીએ? હું કહેવા માંગુ છું કે બહું થયુ હવે ઉભા થાવ, લડો અને પ્રોટેસ્ટ કરો અને બોલિવૂડના આ ઝેરીલા વ્યવહારને રોકો,’ નોંધનિય છે કે જિયા ખાને 3 જૂન 2013ની રાત્રે 11.30 વાગ્યે આત્મહત્યા કરી લીધી હતી.

આ મામલામાં જિયાના બોયફ્રેંડ સૂરજ પંચોલી પર એક્ટ્રેસને આત્મહત્યા માટે ઉક્સાવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે સૂરજને જેલમાં પણ મોકલામાં આવ્યો હતો પરંતુ સલમાન ખાને તેને ખુબ સપોર્ટ કર્યો હતો. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસ પર ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે અને ઘણા ખુલાસાઓ થઇ રહ્યા છે.

ઘણા મોટા નામો પણ સામે આવી રહ્યા છે.હવે દિવંગત એક્ટ્રેસ જિયા ખાનની માતા રાબિયા અમીને એક વીડિયો પોસ્ટ કર્યો છે.જેમા તેમણે સલમાન ખાન પર આરોપ લગાવ્યો છે.રાબીયા અમીનનું કહેવું છે કે જિયા ખાન સુસાઇડ કેસમાં સલમાન ખાને પોલીસ પર દબાણ ઉભુ કર્યું હતું.જેથી સમગ્ર કેશ નીચે બેસી ગયો અને જિયાને કોઈ પણ પ્રકારનો ન્યાય મળ્યો નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker