બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં એડમિટ, આટલાં દિવસ ચાલશે ટ્રીટમેન્ટ

હાલમાં મળતી માહિતી મુજબ સદીઓથી ફિલ્મ જગત પાર રાજ કરનાર બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ છે. તેઓને મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અમિતાભ બચ્ચનને લિવરની સમસ્યા છે. જેના ચેકઅપ અર્થે તેમને હોસ્પિટલ લવાયા છે. અને અહીં તેમની ટ્રીટમેન્ટ ચાલુ થશે.

અન્ય માહિતિ એવી છે કે તેમનું લિવર માત્ર 25 ટકા જ કામ કરી રહ્યું છે જેને લઇ તેમને ICU માં રખાયા છે. બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં 3 દિવસથી છે દાખલ રૂટિન ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા હતા.

લિવરની સમસ્યાની સામે ઝઝૂમી રહ્યા છે.બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને મંગળવારે સવારે 3 વાગે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કેહવાઈ છે કે તેમને રૂટિન ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા હતા.

આ વાતને ખૂબ જ સીક્રેટ રાખવામાં આવી હતી. અને સાથે જ તેમની પાસે કોઈને પણ આવવાની પરમિશન મળી ન હતી. 3 દિવસ થયા છતાં હોસ્પિટલ તરફથી કોઈ હેલ્થ રિપોર્ટ આવ્યો નથી અને પ્રશ્ન એ પણ છે કે રૂટિન ચેકઅપ જ હતું તો તેમને સવારે 3 વાગે હોસ્પિટલ માં લાવવામાં આવ્યા. જેથી તેમનો ચેકઅપ સારી રીતે થાય ને કોઈ પણ જાત ની અડચણના આવે.

કંઈક આવો છે અમિતાભ બચ્ચન નો આવનાર પ્રોજેક્ટ, આગામી પ્રોજેકટ ની વાત કરીએ તો આ પ્રોજેકટ માં, વર્કફ્રંટની વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચન હાલમાં કૌન બનેગા કરોડપતિ 11માં જોવા મળી રહ્યા છે.

KBC સિવાય અમિતાભ બોલીવુડમાં પોતાની 4 અપકમિગ ફિલ્મને લઈને પણ ચર્ચામાં છે જેથી તેના માટે સારી એવી ફીટનેસ ને લઈને પણ ચર્ચામાં આવી રહ્યાં છે.

અપકમિંગ ફિલ્મ ની વાત કરીએ તો તેમાં ગુલાબો-સિતાબો, બ્રહ્માસ્ત્ર, ઝુંડ અને ચહેરા જેવી ફિલ્મો સામેલ છે. ઝુંડ ફિલ્મમાં અમિતાભ પહેલી વાર ફિલ્મ સૈરાટના ડાયરેક્ટર નાગરાજ મંજુલ સાથે કામ કરશે. બ્રહ્માસ્ત્રમાં આલિયા, રણબીર અને મૉની રોયની સાથે કામ કરતા જોવા મળશે. આ સિવાય ગુલાબો-સિતાબોમાં આયુષ્માન ખુરાના સાથે કામ કરતા જોવા મળશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top