બોલિવૂડમાં કામની ઈચ્છા રાખનારી મોડેલિંગ કરતી છોકરીઓના કાસ્ટિંગ કાઉચના કિસ્સાઓ તમે જરૂર સાંભળયા હશે. જ્યારે હવે બોલિવૂડનું આ દુષણ ગુજરાત અને સુરતમાં પણ આવી ગયું છે. સુરતમાં એક મોડેલ દ્વારા પ્રોડ્યુસર પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવવામાં આવ્યો છે. વેબ સીરિઝમાં કામ આપવાની લાલચે પ્રોડ્યુસરે શારીરિક સંબંધ બાંધવા 70 હજારની ઓફર આપી હોવાનો પણ આરોપ યુવતીએ લગાવ્યો છે.
સુરતમાં ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ યુવતી દ્વારા કાઉચિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે અને તેને આ બાબતમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. આ યુવતીનું નામ મિત્તલ સોલંકી છે. જે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે અને તે સ્ટેજ શોમાં એન્કરિંગ પણ કરે છે. જ્યારે લોકડાઉનમાં ઇવેન્ટ મેનેજમેન્ટની કામગીરી બંધ હોવાના કારણે અને આર્થિક પરિસ્થિતિમાં મદદ મળી રહે તે માટે મિત્તલ કામની શોધ કરી હતી. પરંતુ આ દરમિયાન તેમને એક ખરાબ અનુભવ થયો છે. આ દરમિયાન તેમને જાણકારી મળે કે, જેડી ઉર્ફે જયદીપભાઈ ડભોઇયા પાસે કામ મળી શકે તેમ છે તેથી મિત્તલ તેમની મુલાકાતે પહોંચી ગઈ હતી.
આ મુલાકાત સરથાણા ખાતે કરવામાં આવી હતી. જ્યારે મુલાકાત દરમિયાન તેમને વેબ સિરીઝમાં કામ કરવાની ઓફર કરાઈ હતી. ત્યાર બાદ મિત્તલને ફોટોશૂટ માટે કહેવામાં આવ્યું હતું. તેમ છતાં આશ્વર્યચકિત કરવાની વાત કરવામાં આવે તો ફોટોશૂટ માટે ઓફિસની અંદર ચેનજિંગ રૂમ પણ નહતો અને તેને ત્યાં જ કપડા ચેન્જ કરવાનું કહેવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, સહજાનંદ બિઝનેસ હબ ખાતે આવેલી આ ઓફિસમાં અનેક જગ્યાઓ પર સીસીટીવી કેમેરા પણ લગાવેલા હતા. જેના કારણે જ્યારે મિતલે આનાકાની કરી તો તેને જેડીએ ઠપકો પણ આપ્યો બહુ નાટક કરવાના નહીં. આ સિવાય જેડીએ પ્રોડ્યુસર સાથે શારીરિક સંબંધ બાધવા માટે પણ દબાણ કર્યું હતું અને રોજના 70 હજાર રૂપિયા મળશે તેવી ઓફર પણ કરી નાખી હતી. જેના લીધે મિત્તલ ગુસ્સે થઈ ગઈ હતી અને તે ઓફિસથી બહાર ચાલી નિકળી હતી. ત્યાર બાદ જેડી દ્વારા તેને ધમકી પણ આપવામાં આવી હતી. ત્યાર બાદ મિતલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.