મુંબઈમાં કસ્ટમ્સ ઈન્સ્પેક્ટરે જ અમેરિકન નાગરિકના 34 લાખના સોનાના સિક્કા ચોર્યા, પછી જોવા જેવું થયું……

એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓનું કામ દેશમાં ગેરકાયદેસર ઘૂસાડાવામાં આવતી વસ્તુઓને પકડવા માટેનુ છે. પરંતુ કેટલાક અધિકારીઓ પોતાની આ પોસ્ટનો ગેરલાભ ઉઠાવતા જોવા મળી જાય છે. મુંબઈ એરપોર્ટ પર ફરજ બજાવનાર એક કસ્ટમ્સ ઈન્સ્પેક્ટર દ્વારા આવું જ કામ કરવા જઇ રહ્યા હતા ત્યારે ઝડપાઇ ગયા છે. આ ઈન્સ્પેક્ટર દ્વારા ગઈ એપ્રિલના રોજ તેમની બદલી થવાની હતી તે પહેલા જ મુંબઈ એરપોર્ટના કસ્ટમ્સ વેરહાઉસમાંથી 34 લાખ રૂપિયાના 995 ગ્રામના સોનાના સિક્કાઓ ચોરી લેવામાં આવ્યા હતા. આ ચોરી કરવાના આરોપસર તેમની ગયા અઠવાડિયે જ ધરપકડ કરાઈ છે.

ઘટના આ પ્રકાર બની હતી કે, 13 જાન્યુઆરી, 2020 ના રોજ ભારત આવેલા અમેરિકન નાગરિક જેફ્રે હોલ્મ્સ હેરિસિન નામના વ્યક્તિ પોતાની સાથે આ સોનાના સિક્કા લઈને આવ્યા હતા. તેમ છતાં તેમણે કસ્ટમ ડ્યુટી ભરી ન હોવાના કારણે તેમને પોતાની સાથે એ સિક્કા લઈ જવા દેવામાં આવ્યા નહોતા. કાયદા અનુસાર આ સોનાના સિક્કાઓને કસ્ટમ વેરહાઉસમાં રખાયા હતા. જ્યારે કાયદામાં એવી જોગવાઈ રહેલી છે કે, મુસાફર પાસેથી પકડાયેલી કસ્ટમ ડ્યુટી ભર્યા વગરની વસ્તુઓને કસ્ટમ વેરહાઉસમાં રાખવામા આવે છે અને જ્યારે મુસાફર પાછો પોતાના દેશમાં પરત જાય છે ત્યારે તે પોતાની વસ્તુઓને પરત લઈ જઈ શકે છે. તેના માટે મુસાફરને એક ડિટેન્શન રિસીપ્ટ પણ અપાઈ છે, જે તેણે પરત જતી વખતે બતાવીને પોતાની વસ્તુને પાછી લઇ શકે છે.

આરોપ અનુસાર, મુંબઈ એરપોર્ટ પર ફરજ બજાવનાર કસ્ટમ ઈન્સ્પેક્ટર ઉદય સિંહ ગુર્જરને જ્યારે આ બાબતની જાણ થઈ કે, આ અમેરિકન નાગરિક એક વર્ષ પહેલા પરત જવાના નથી અને ત્યાં સુધી આ સોનાના સિક્કા કસ્ટમ વેરહાઉસમાં સેફ જ રહેશે. આ બાબતમાં ગુર્જર સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી અને તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

જ્યારે હેરિસિન સાથે બીજા બે અમેરિકન નાગરિકો પણ આવ્યા હતા. તેમની પાસે પણ સોનાના સિક્કાઓ રહેલા હતા. આ ત્રણેયને ડિટેન્શન રિસિપ્ટ અપાઈ હતી. એક પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અન્ય બે અમેરિકન નાગરિકોને ડિટેન્શન રિસીપ્ટ બતાવવામાં આવતા તેમને તેમના સોનાના સિક્કા વેરહાઉસમાંથી પરત આપી દેવામાં આવ્યા હતા. જ્યારે હેરિસિન નામના વ્યક્તિને પણ સોનાના સિક્કા મળી ગયા છે તેવું બતાવવા માટે ગુર્જર દ્વારા રજિસ્ટરમાં એરો માર્ક કરવામાં આવ્યો હતો.

પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે, ‘આ સોનું માર્ચ સુધી સેફ રાખવામાં આવ્યું હતું, પરંતુ તે એપ્રિલમાં ગુમ થઈ ગયું હતું. હેરિસને 3 જુલાઈના તેનું સોનું ન આપવામાં આવતા તેમણે એફઆઈઆર નોંધાવતા આ ચોરીની ઘટનાની જાણ થઈ હતી અને એરપોર્ટ કસ્ટમ્સ દ્વારા ઈન્ક્વાયરી શરૂ કરી દેવામાં આવી હતી.’

પહેલા તો કસ્ટમ અધિકારી દ્વારા હેરિસિનને કહેવામાં આવ્યું હતું કે, તેમને તેમનું સોનું આપી દેવાયું છે, પરંતુ જ્યારે હેરિસને ડિટેન્શન રિસીપ્ટ બતાવી ત્યારે કસ્ટમ ઓથોરિટીએ ઈલેક્ટ્રોનિક રેકોર્ડઝ ચેક કરતા ગુર્જરે ચોરી કર્યાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુર્જરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને તેમની સંડોવણી સાબિત થયા બાદ કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘કસ્ટમ્સ ગુર્જર પાસેથી સોનાના સિક્કા પરત મેળવ્યા અને હેરિસિનને સોંપી દેવાયા છે.’ ગુર્જરને ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

Scroll to Top